Team Chabuk-Sports Desk: ટી ટ્વેન્ટી વિશ્વકપ પહેલા રોહિત શર્માના વનડે અને ટી ટ્વેન્ટીના કેપ્ટન બનવાની ચર્ચાઓ ફરી શરૂ થઈ ગઈ છે. વર્તમાન કેપ્ટન વિરાટ કોહલી બેટીંગમાં સાતત્યપૂર્ણ પ્રદર્શન કરવા માટે ટી ટ્વેન્ટી અને વનડેની કેપ્ટનશીપ છોડી શકે છે. એક અંગ્રેજી અખબારે ટાંકેલ બીસીસીઆઈના સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર લખ્યું છે કે, ટી ટ્વેન્ટી વિશ્વકપ બાદ વિરાટ કોહલી કેપ્ટનશીપ છોડીને બેટીંગ પર પૂરતું ધ્યાન કેન્દ્રિત કરશે.
સમાચાર છે કે વિરાટ કોહલીએ આ અંગે ટીમ મેનેજમેન્ટની સાથે સાથે રોહિત શર્માની સાથે પણ ચર્ચા કરી છે. કોહલી પોતાનું પૂરતુ ધ્યાન બેટીંગ પર દેવા માગે છે. એવામાં તે ધોનીના પગલે ચાલશે. ધોનીએ પણ બેટીંગમાં ધ્યાન કેન્દ્રિત કરવા માટે ટેસ્ટની કેપ્ટનશીપ વિરાટ કોહલીને સોંપી દીધી હતી. જોકે તેનાથી ધોનીને વધારે ફાયદો થયો નહોતો. આ તરફ ખરાબ પ્રદર્શનનો છેલ્લા કેટલાય સમયથી સામનો કરી રહેલા વિરાટ કોહલી માટે આ અંતિમ ઉપાય છે.
ત્રણે ફોર્મેટમાં કેપ્ટનશીપના દબાણ હેઠળ ચાલતા વિરાટ કોહલીની બેટીંગ પર અસર પહોંચી રહી છે. 2019માં કોહલીએ પોતાની અંતિમ ટેસ્ટ સેન્ચૂરી ફટકારી હતી એ પછી રનનો દુકાળ ચાલી રહ્યો છે. 2022 અને 2023માં ટીમ ઈન્ડિયાને વનડે અને ટી ટ્વેન્ટી વિશ્વકપ રમવાના છે. એવામાં કોહલીનું ખરાબ ફોર્મ ટીમની પણ ચિંતા વધારી શકે છે. વિશ્વકપમાં એક અનુભવી બેટ્સમેનની આવશ્યકતા રહે છે અને આ માટે કોહલીનું ફોર્મમાં પરત ફરવું જરૂરી છે.
રોહિત શર્મા કેપ્ટનશીપની દૃષ્ટીએ ઉત્તમ છે. તેની આગેવાની હેઠળ મુંબઈ ઈન્ડિયન્સની ટીમે પાંચ વખત આઈપીએલ જીતી છે. તેના પ્રદર્શન પર પણ કોઈ મોટી અસર નથી પહોંચી. જેથી રોહિત વિરાટના અનુગામી તરીકે પરફેક્ટ દાવેદાવર છે, હાલ રોહિત શર્મા વાઈસ કેપ્ટનની ભૂમિકા ભજવી રહ્યો છે. વનડે અને ટી ટ્વેન્ટીમાં વિરાટ કરતા વધારે રોહિતની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા સફળ રહી છે. રોહિતની આગેવાનીમાં ટીમની સફળતા 80 ટકા છે જ્યારે વિરાટની આગેવાનીમાં 70.43 ટકા છે. વિરાટે 95 વનડે મેચમાં કેપ્ટનશીપ કરી છે, જેમાંથી ભારતીય ટીમને 65 મેચમાં જીત મળી છે અને 27 મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. રોહિત 10માં કેપ્ટન તરીકેની ભૂમિકા ભજવી અને 8 મેચ જીતાવી છે. ફક્ત બે હાર તેના ખાતામાં બોલે છે.
વાત જો ટી ટ્વેન્ટીની કરવામાં આવે તો રોહિતની આગેવાનીમાં ભારતે 78.94 ટકા મેચ જીત્યા છે. ભારતીય ટીમે રોહિતના નેતૃત્વ હેઠળ 19 મેચ રમ્યા જેમાંથી 15માં જીત અને ચારમાં હારનો સામનો કરવો પડ્યો છે. વિરાટમાં એ જ 60 ટકાવારી બોલે છે. 45 ટી ટ્વેન્ટીમાંથી 27માં જીત જ્યારે 14માં પરાજય થયો છે. જ્યારે 2 મેચનું કોઈ પરિણામ સામે નથી આવ્યું. આંકડાઓને જોતા વિરાટ કરતા રોહિત કેપ્ટનશીપમાં બાહુબલી પૂરવાર થવાની ક્ષમતા ધરાવે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત