Homeગામનાં ચોરેભાજપના કાર્યકર્તાઓએ ઝીણાની તસવીર જાહેર શૌચાલયમાં લગાવી દીધી

ભાજપના કાર્યકર્તાઓએ ઝીણાની તસવીર જાહેર શૌચાલયમાં લગાવી દીધી

Team Chabuk-National Desk: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 14મી સપ્ટેમ્બરના રોજ ઉત્તર પ્રદેશના અલીગઢની મુલાકાતે આવી રહ્યા છે. એવામાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પાકિસ્તાનના જનક મહોમ્મદ અલી ઝીણાની લાગેલી તસવીરે આગ ચાંપી દીધી છે. ભાજપના કાર્યકર્તાઓએ રવિવારની સાંજે AMUમાંથી ઝીણાની તસવીર હટાવવા માટે ડીએસ કોલેજમાં પ્રદર્શન કર્યું હતું. વિવાદ એટલો ભયંકર હતો કે ઝીણાની તસવીર બાદમાં ટોયલેટમાં લગાવી દેવામાં આવી હતી. એ પણ કહેવામાં આવ્યું કે, ભારતના ટૂકડા કરનારા ઝીણાની તસવીરને AMUમાંથી હટાવી દેવામાં આવે. ત્યાંથી આ ઘટનાએ આગ પકડી હતી અને વિરોધ શરૂ થઈ ગયો હતો.

આ સમગ્ર વિરોધ પ્રદર્શન ભાજપના મંડલ પ્રવક્તા શિવાંગ તિવારીના નેતૃત્વમાં કરવામાં આવ્યો હતો. કાર્યકર્તાઓએ પૂરજોશમાં નારેબાજી કરી હતી અને ઝીણાની તસવીર ફાડી નાખી હતી. કહ્યું હતું કે, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં લાગેલી ઝીણાની તસવીરને હટાવવામાં આવે. ત્યાંથી કાર્યકર્તાઓએ ગાંધી પાર્કના બસસ્ટોપ પર જઈને ઝીણાની તસવીર લગાવી દીધી હતી. થોડા સમયમાં જ સોશિયલ મીડિયા પર ટોયલેટમાં લાગેલી ઝીણાની તસવીર વાઈરલ થવા લાગી હતી. પ્રશાસનને જેવી ખબર મળી તેમણે તાત્કાલિક ફોટોને ત્યાંથી હટાવી દીધો હતો.

ભાજપના નેતા શિવાંગ તિવારીના નેતૃત્વમાં યુવાનોએ 9 સપ્ટેમ્બરના રોજ ઝીણાની તસવીરની વિરૂદ્ધમાં પ્રદર્શન કર્યું હતું અને લોહીથી પત્ર લખીને માગ કરી હતી કે ઝીણાની તસવીરને AMUથી હટાવી દેવામાં આવે. પ્રશાસને યુવાઓને આશ્વાસન આપ્યું હતું કે, તેમની માંગણીને સરકાર સુધી પહોંચાડવામાં આવશે. જે પછી ભાજપે રવિવારના રોજ પુન: વિરોધનો સૂર છેડ્યો હતો.

ઘટના બાદ પ્રદર્શન કરી રહેલા ભાજપના યુવા કાર્યકર્તાઓનો પોલીસ પ્રશાસને સંપર્ક કર્યો હતો અને તેમને તેમના જ ઘરમાં નજરકેદ કરવામાં આવ્યા હતા. આ સિવાય તેમને કહેવામાં આવ્યું છે કે, પ્રધાનમંત્રીનો કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી ઘરમાંથી બહાર ન નીકળે. જોકે આ સમગ્ર ઘટનામાં કોઈ પણ અધિકારીએ નિવેદન આપ્યું નહોતું. ગાંધી પાર્ક પોલીસ સ્ટેશનના SSI એસપી સિંહ સાથે આ ઘટના સંલગ્ન વાતચીત કરવામાં આવી હતી. તેમણે આ સંદર્ભે કોઈ પણ જાણકારી ન હોવાનું કહ્યું હતું. તેમનું તો કહેવું હતું કે, આવી કોઈ ઘટના બની છે તો કાયદેસરની કાર્યવાહી થશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments