Homeગુર્જર નગરીસુરતઃ કતારગામમાં લગ્નપ્રસંગમાં જમણવાર બાદ 92 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર, લગ્ન સ્થળે...

સુરતઃ કતારગામમાં લગ્નપ્રસંગમાં જમણવાર બાદ 92 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર, લગ્ન સ્થળે ઓપીડી શરૂ કરાઈ

Team Chabuk-GUjarat Desk: રાજ્યમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગ થવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. થોડા દિવસ પહેલાં ભાવનગરના સિહોરમાં ફૂડ પોઈઝનિંગનો બનાવ સામે આવ્યા બાદ હવે સુરતમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગનો કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં એકસાથે 500 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી, જેમાંથી 92 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. સુરતના કતારગામમાં લગ્નના જમણવાર બાદ 92 લોકોને ફૂડ પોઇઝનિંગ થયુ હતું. તમામને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા. 

મળતી માહિતી પ્રમાણે, સુરતના કતારગામ વિસ્તારના ઘનશ્યામ પાર્કમાં લગ્ન પ્રસંગનું આયોજન કરાયું હતું. નિત્યાનંદ ફાર્મમાં આશરે 1500 લોકોએ ભોજન લીધું હતું. લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ આમંત્રિત મહેમામોની તબિયત બગડવા લાગી હતી. ધીમે ધીમે 500 લોકો ફૂડ પોઈઝનિંગના શિકાર બન્યા હતા. ફૂડ પોઈઝનિંગ બાદ લોકોને અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા. આ ઘટનાથી આરોગ્ય વિભાગ દોડતુ થઈ ગયુ હતું. 

મળેલી માહિતી પ્રમાણે પરિવારે લગ્નપ્રસંગમાં રાજ કેટરર્સને જમણવારનો ઓર્ડર આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. લગ્નપ્રસંગમાં બહાર ગામથી આવેલા મહેમાનોની પણ તબિયત બગડી હતી. ત્યારે મનપાની આરોગ્ય વિભાગની ટીમે લગ્નપ્રસંગના સ્થળ પર જ જઈને તાત્કાલિક ઓપીડી શરૂ કરી હતી. આરોગ્ય અધિકારી સ્થળ પર દોડી ગયા હતા. ભોજન સમારંભમાં વાનગીઓના નમૂના લઈ ટેસ્ટિંગ માટે મોકલાયા હતા. 92 લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ છે.

આ ઘટના અંગે મેયર હેમાલી બોઘાવાલાએ કહ્યુ કે, આરોગ્યની ટીમ દ્વારા આ મામલે તપાસ કરાઈ રહી છે. જવાબદાર લોકો સામે પગલા લેવાશે. તંત્ર ખડેપગે સારવારની કામગીરી કરી રહ્યું છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments