Homeગુર્જર નગરીજામનગરમાં લંપી વાયરસનો કહેર, 1 ગાયનું મોત, અનેક ગાયમાં જોવા મળ્યા લક્ષણો

જામનગરમાં લંપી વાયરસનો કહેર, 1 ગાયનું મોત, અનેક ગાયમાં જોવા મળ્યા લક્ષણો

Team Chabuk-Gujarat Desk: જામનગર જિલ્લામાં લંપી વાયરસે કહેર મચાવ્યો છે. જામનગર શહેરમાં 217 ગાયમાં લંપી સ્કિન ડીસીઝ જોવા મળ્યો છે, જેના કારણે પશુપાલકોમાં અને પશુપાલન વિભાગમાં ચિંતા વધી ગઇ છે. લંપી વાયરસને જોતાં જામનગર જિલ્લા પંચાયત પશુપાલન ખાતા દ્વારા સઘન સારવાર અને રસીકરણ શરુ કરી દેવામાં આવ્યું છે. લંપી વાયરસના કારણે એક ગાયનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.

જામનગરમાં લંપી વાયરસે દેખા દીધી છે. રાજ્યમાં જામનગર જિલ્લામાં છેલ્લા 23 દિવસમાં 217 જેટલા લંપી વાયરસના કેસ જોવા મળ્યા છે. જેના પગલે પશુપાલન ખાતામાં દોડધામ મચી ગઇ છે અને જિલ્લામાં સર્વત્ર સારવાર અને રસીકરણ શરુ કરી દેવાયું છે. અત્યાર સુધીમાં 2665 ગાયોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

પશુમાં મોટાભાગમાં ગાયનો સમાવેશ થાય છે.અત્યાર સુધી લંપી વાયરસના કારણે એક ગાયનું મોત થયું છે પણ બિન સત્તાવાર રીતે મોતનો આંકડો 50થી વધુ હોવાનું મનાઇ રહ્યું છે. ધ્રોલ તાલુકા મથકે અને તાલુકાના લતીપર ગામ સહિત આઠ ગાય લંપી વાયરસનો શિકાર બની છે. ગાયોમાં પ્રસરેલા રોગચાળાને અટકાવવા પશુ પાલન વિભાગ કામમાં લાગી ગયું છે. શહેરમાંથી હવે રોગચાળો ગામડા સુધી પહોંચ્યો છે.

લંપી વાયરસની વધુ અસર ગાયોમાં જોવા મળી રહી છે. આ વાયરસના કારણે ગાયોમાં તાવ આવવો તથા શરીર પર ફોડલા થવા સહિતના લક્ષણો જોવા મળી રહ્યા છે. જો આવા લક્ષણો ગાયમાં જોવા મળે તો તેને ઝડપથી સારવાર આપવી જોઇએ અને જો ઝડપી સારવાર ના મળે તો વાયરસ જીવલેણ સાબિત થઇ શકે છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments