Homeગુર્જર નગરીમિત્રની વિદાય: મૃત્યુ બાદ ફૂટબોલરનો છેલ્લો ગોલ ! મિત્રોએ એવું કર્યું કે...

મિત્રની વિદાય: મૃત્યુ બાદ ફૂટબોલરનો છેલ્લો ગોલ ! મિત્રોએ એવું કર્યું કે હાજર તમામ લોકો ચોધાર આંસુએ રડ્યા

Team Chabuk-International Desk: મેક્સિકોમાં એક ફૂટબોલરનું મૃત્યુ થયા બાદ તેના મિત્રોએ એવી રીતે વિદાય આપી કે હાજર તમામ લોકો ચોધાર આંસુએ રડી પડ્યા. વિદાય આપતા પહેલાં તમામ મિત્રો મૃતક મિત્રના કોફિન સાથે ફૂટબોલ રમ્યા. મિત્રોએ કોફિનથી છેલ્લો ગોલ કરાવ્યો અને બાદમાં કોફિનને ભેટીને રડી પડ્યા.

16 વર્ષનો એલેક્ઝેન્ડર માર્ટિનેઝ ગોમેઝનું મોત થયા બાદ તેના મિત્રો તેના મૃતદેહને એજ જગ્યાએ લઈ ગયા જ્યાં તેઓ ફૂટબોલ રમતા હતા. અહીં મિત્રોએ તેના કોફિનને ફૂટબોલ પાસ કર્યો અને ગોલ કરાવ્યો. આ પછી તેના બધા જ મિત્રો કોફિનને ભેટીને રડવા લાગ્યા હતા.

16 વર્ષીય ગોમેઝને પોલીસની ગોળી વાગતા મોત થયું હતું. જ્યારે તે બાઈક ફેરવતો હતો, ત્યારે તેને પોલીસ ઑફિસરની ગોળી વાગી હતી. ગોમેઝના પિતા વર્જીનિયા ગોમેઝે ધ ગાર્જિયનને જણાવ્યુ હતુ કે તે ફૂટબોલર બનવા માંગતો હતો. તેની એક જ ઈચ્છા હતી, મેક્સિકો માટે ફૂટબોલ રમવાની. તેને કોઈ જ પ્રકારના નશાની આદત નહોતી. તેમ છતાં પોલિસ ઑફિસરોએ તેના મેક્સિકો માટે ફૂટબોલ રમવાના સપનાને કચડી નાખ્યા છે.

જેકોબ ઓર્ટિઝ નામના યૂઝરે વીડિયો પોસ્ટ કર્યો છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. USમાં જન્મેલા આ સેમી પ્રોફેશનલ ફૂટબોલરના મૃત્યુને લઈને મેક્સિકોમાં જનઆક્રોશ ફેલાયો છે. આ મુદ્દે શનિવારે એક મોટા વિરોધ પ્રદર્શનની તૈયારી પણ થઈ ગઈ છે. પોલીસના વિરોધમાં મોટી સંખ્યામાં લોકોએ પ્રદર્શન કરવાનો નિર્ણય કર્યો છે. લોકોના વિરોધના પગલે ગોમેઝના કેસની તપાસ શરૂ કરવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments