Homeગુર્જર નગરીવિદેશમાં MBBS કરવા જવું છે ? રાજકોટમાં ડોક્ટર પ્લસ એજ્યુકેશન કન્સલ્ટન્સીનો પ્રારંભ

વિદેશમાં MBBS કરવા જવું છે ? રાજકોટમાં ડોક્ટર પ્લસ એજ્યુકેશન કન્સલ્ટન્સીનો પ્રારંભ

Team Chabuk-Gujarat Desk: આજકાલ ડોક્ટરોની માંગમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. જનસંખ્યાની સામે ડોક્ટરોની સંખ્યા ઓછી જોવા મળી રહી છે. ત્યારે ડોક્ટર બનવા માંગતા વિદ્યાર્થીઓ માટે ભારતમાં મેડિકલ કોલેજોમાં મર્યાદિત સંખ્યા હોઈ અનેક વિદ્યાર્થીઓનું ડોક્ટર બનવાનું સ્વપ્ન અધુરું રહી જતું હોય છે. પરંતું વિદ્યાર્થીઓના સ્વપ્નને મંઝીલ સુધી પહોંચાડવાનું કામ છેલ્લા આઠ વર્ષથી ગુજરાતમાં ડોક્ટર પ્લસ એજ્યુકેશન કન્સલ્ટન્સી દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે ડોક્ટર પ્લસ એજ્યુકેશન કન્સલ્ટન્સી દ્વારા રાજકોટના હાર્દ સમા કાલાવડ રોડ પર પણ ઓફિસનો શુભારંભ કરવામાં આવ્યો છે.

ગઈકાલે તારીખ 30 એપ્રિલના રોજ રાજકોટ શહેરના કાલાવડ રોડ પર જલારામ પેટ્રોલ પંપ પાસેના અર્પણ કોમ્પલેક્ષમાં ડોક્ટર પ્લસ એજ્યુકેશન કન્સલ્ટન્સીની ઓફિસનો શુભારંભ થયો હતો. સદભાવના વૃદ્ધાશ્રમના વડીલોના હસ્તે રીબીન કાપીને ઓફિસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રસંગે રાજકોટના મેયર ડો. પ્રદિપભાઈ ડવ, ગજેરા એજ્યુકેશન ટ્રસ્ટના મહેન્દ્રભાઈ ગજેરા, કોટક સાયન્સ કોલેજ રાજકોટના પ્રોફેસર ઓઝા સાહેબ સહિતના મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

doctor plus

મહત્વનું છે કે, ડોક્ટર પ્લસ એજ્યુકેશન કન્સલ્ટન્સીની મુખ્ય શાખા સુરતમાં આવેલી છે. સુરત ઉપરાંત અમદાવાદ, મહેસાણા, વડોદરા, રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગાંધીનગર, જામનગર, અન્ય રાજ્યોમાં રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, છત્તીસગઢ, ઝારખંડ અને અન્ય દેશોમાં રશિયા, યુક્રેન, કઝાગ, જ્યોર્જિયા સહિતની જગ્યાએ ઓફિસ આવેલી છે. ડોક્ટર પ્લસ એજ્યુકેશન કન્સલ્ટન્સીના માધ્યમથી અત્યાર સુધી 1500થી વધુ વિદ્યાર્થીઓ MBBSના અભ્યાસ માટે વિદેશ જઈ ચુક્યા છે. કન્સલ્ટન્સી દ્વારા ભારતભરના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે યુનિવર્સિટીમાં એડમિશનથી લઈને રહેવાની-જમવાની, ઈન્ટર્નશિપ સહિતની તમામ સુવિધાઓમાં મદદરૂપ થવામાં આવે છે.

જે વિદ્યાર્થીઓ ધોરણ 12 સાયન્સ પછી ડોક્ટર બનવા માંગતા હોય અને વિદેશમાં જઈને MBBSનો અભ્યાસ કરવાની ઈચ્છા હોય તેઓએ રાજકોટ સ્થિત ડોક્ટર પ્લસ એજ્યુકેશન કન્સલ્ટન્સીમાં ઉદયભાઈ ગામી- 9712078607 અથવા ગોવિંદભાઈ મેરીયા- 8140370477નો સંપર્ક કરવા જણાવાયું છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments