Homeગુર્જર નગરીવડોદરાના યુવાનની રેવા યુનિ.માં હત્યા, ફેરવેલ પાર્ટી બની લોહિયાળ

વડોદરાના યુવાનની રેવા યુનિ.માં હત્યા, ફેરવેલ પાર્ટી બની લોહિયાળ

Team Chabuk-Gujarat Desk: બેંગાલુરુમાં આવેલી રેવા યુનિવર્સિટીમાં ભણતા વડોદરાના યુવાનની હત્યા થઈ ગઈ. કોલેજની પાર્ટીમાં ચપ્પુનાં ઘા મારી વડોદરાના વિદ્યાર્થીને મોતને ઘાટ ઉતારી દેવાયો. 28 એપ્રિલે રેવા યુનિવર્સિટીમાં પાર્ટી હતી. આ પાર્ટીમાં બે જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી અને બાદમાં મામલો હિંસક બન્યો હતો. આ અથડામણમાં વડોદરાના 22 વર્ષનાં ભાસ્કર જેટી નામના વિદ્યાર્થીનું મોત થયું છે જ્યારે અન્ય એક વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો છે.

ભાસ્કર મિકેનિકલ એન્જિનિયરિંગના ચોથા વર્ષમાં અભ્યાસ કરતો હતો. કોલેજનો વાર્ષિક ફેસ્ટ ચાલી રહ્યો હતો તે દરમિયાન બંને જૂથ આમને સામને આવી ગયા હતા. સ્થાનિક પોલીસના જણાવ્યા પ્રમાણે, વિદ્યાર્થીઓના એક જૂથ દ્વારા ભાસ્કરની છાતી પર ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા. જોકે, આ વિદ્યાર્થીને તાત્કાલિક નજીકની હોસ્પટિલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ જ તેનું મૃત્યુ થયું હતું. આ ઉપરાંત શરથ નામનો એક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયો છે તેના માથા પર ગંભીર ઈજા પહોંચી છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે, “આ ઘટનામાં કોણ કોણ સામેલ હતા તે અંગે તપાસ ચાલી રહી છે. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીએ પણ હજી આ અંગે કાંઇ સ્પષ્ટ કીધું નથી. અમે પરિસરમાંથી સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કરી રહ્યા છીએ.”

મૃતકના પિતરાઈ ભાઈએ જણાવ્યું હતું કે, શહેરના વારસિયાના ગૌસાઈ મહોલ્લામાં રહેતો ભાસ્કર હરીશભાઈ જેટી ચાર વર્ષ પહેલા મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માટે બેંગાલુરુની રેવા યુનીવર્સિટીમાં ગયો હતો. તેનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો હતો. કોલેજમાં ફેરવેલ પાર્ટી હતી. જેમાં 1 હજાર જેટલા વિદ્યાર્થીઓ સામેલ હતા. ભાસ્કરના મિત્રોએ થોડા વીડિયો મોકલ્યા હતા જેમા દેખાઇ રહ્યુ હતુ કે, ભાસ્કરને પેટ અને છાતીના ભાગે ચપ્પુના ઘા વાગતાં તે જમીન પર ઢળી પડ્યો હતો. ભાસ્કરના પિતા સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે અને માતા ખાનગી કંપનીમાં ફરજ બજાવે છે. જ્યારે તેને એક નાની બહેન પણ છે.

doctor plus

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments