Homeદે ઘુમા કેવન-ડે ક્રિકેટમાં શૂન્ય રને આઉટ ન થનારા યશપાલ શર્માનું નિધન

વન-ડે ક્રિકેટમાં શૂન્ય રને આઉટ ન થનારા યશપાલ શર્માનું નિધન

Team Chabuk-Sports Desk: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન અને 1983ના વર્લ્ડકપ વિજેતા ટીમના હીરો રહેલા યશપાલ શર્માનું (yashpal sharma) નિધન થઈ ગયું છે. મંગળવારે સવારે 66 વર્ષની ઉંમરે યશપાલ શર્માએ અંતિમ શ્વાસ લીધા છે. સવારે તેઓનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. યશપાલ શર્માના (yashpal sharma) પરિવારમાં તેમના પત્ની, બે દીકરી અને એક દીકરો છે.

યશપાલ શર્માએ (yashpal sharma) ઈંગ્લેન્ડ સામે લોર્ડ્સમાં 1979માં ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. જ્યારે 1983માં પોતાની અંતિમ ટેસ્ટ મેચ રમી હતી. યશપાલ શર્માએ (yashpal sharma) 1978માં વન-ડે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને 1985માં તેઓએ પોતાની કારકિર્દીની અંતિમ વન-ડે રમી હતી.

1983ના વર્લ્ડકપમાં મહત્વનું યોગદાન

ક્રિકેટ વર્લ્ડકપ 1983ની ફાઈનલ પહેલા સેમીફાઈનલ મેચ માટે યશપાલ શર્માને (yashpal sharma) હંમેશા યાદ કરવામાં આવશે. આ મેચમાં ઇંગ્લેન્ડ સામે ઓલ્ડ ટ્રેફર્ડના મેદાન પર યશપાલ શર્માએ (yashpal sharma) લાજવાબ અડધી સદી ફટકારી હતી અને યશપાલ શર્માની (yashpal sharma) આ ઇનિંગની મદદથી ભારત વર્લ્ડકપની ફાઈનલમાં પહોંચ્યું હતું. આ મેચમાં યશપાલ શર્માએ (yashpal sharma) 61 રનની ઇનિંગ રમીને ભારતને ટોપ સ્કોરર રહ્યા હતા. સેમીફાઈનલ મુકાલબામાં શરૂઆતની બે વિકેટ પડી ગયા બાદ મોહિન્દર અમરનારથ સાથે 92 રનની મેચ વિનિંગ ભાગીદારી યશપાલ શર્માએ કરી હતી.

કારકિર્દી પર નજર

યશપાલ શર્માએ (yashpal sharma) ભારતીય ક્રિકેટ ટીમ માટે 37 વન-ડે અને 42 ટેસ્ટ મેચ રમી છે. 1979 થી 1983 સુધી તેઓ ભારતીય ટીમના મીડલ ઓર્ડરના મજબૂત ખેલાડી મનાતા હતા. યશપાલ શર્માએ (yashpal sharma) પોતાની વન-ડે કેરિયરમાં 28.48ની સરેરાશથી 883 રન બનાવ્યા હતા જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં 33.45ની સરેરાશથી 1606 રન બનાવ્યા હતા. રણજી ક્રિકેટમાં યશપાલ શર્માએ (yashpal sharma) 160 મેચમાં 8933 રન બનાવ્યા હતા. રણજી ટ્રોફીમાં યશપાલ શર્માના (yashpal sharma) નામે 21 સદી અને 201 રનનો હાઈસ્કોર છે.

ભારતીય ક્રિકેટ ટીમમાંથી નિવૃત્તિ લીધા બાદ તેઓ બીસીસીઆઈમાં પણ મહત્વની ભૂમિકા પર રહ્યા. તેઓ ભારતીય ક્રિકેટ ટીમના નેશનલ સિકેલ્ટર રહ્યા અને 2008માં ફરીથી આ પેનલમાં સામેલ થયા.

યશપાલ શર્માના (yashpal sharma) અચાનક થયેલા નિધનથી તેમના સાથી ક્રિકેટરોએ શોક વ્યક્ત કર્યો છે. તેમના સાથી ક્રિકેટર મદનલાલે કહ્યું કે, વિશ્વાસ નથી થઈ રહ્યો કે તે હવે નથી રહ્યા. મારી તેઓની સાથે અનેક યાદો છે. મે તેમની સાથે પંજાબથી કેરિયરની શરૂઆત કરી હતી અને પછી વર્લ્ડકપમાં પણ સાથે રમ્યા. અત્યારે કપિલ સાથે વાત કરી, અમે બધા શોકમાં છીએ. અમે તાજેતરમાં જ એક બુક લોન્ચિંગ દરમિયાન મળ્યા હતા. મને વિશ્વાસ નથી થઈ રહ્યો.

પંજાબના લુધિયાણામાં જન્મેલા યશપાલ શર્માના (yashpal sharma) નામે એક અનોખો રેકોર્ડ નોંધાયેલો છે. તેઓ પોતાની વન-ડે કેરિયરમાં એક પણ મેચરમાં શૂન્ય રને આઉટ થયા નથી. 1983ના વર્લ્ડકપમાં પણ ભારતીય ક્રિકેટ ટીમને વિજેતા બનાવવામાં યશપાલ શર્માનું (yashpal sharma) અમૂલ્ય યોગદાન રહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments