Homeગામનાં ચોરેહિલ સ્ટેશન પર ઉમટતી ભીડ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું ?

હિલ સ્ટેશન પર ઉમટતી ભીડ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું ?

Team Chabuk-National Desk: દેશમાં કોરોના મહામારીની બીજી લહેરની ગતિ ધીમી પડી રહી છે ત્યારે બીજી તરફ કોરોના મહામારીની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘણા રાજ્યમાં કોરોનાનું સંક્રમણ હાલ ઝડપથી વધી રહ્યું છે. તમામ પરિસ્થિતિઓની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પૂર્વોત્તરના રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી. આસામ, મણિપુર, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, મેઘાલય, સિક્કિમ, ત્રિપુરા અને નાગાલેન્ડના મુખ્યમંત્રી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચર્ચા કરી હતી.

મુખ્યમંત્રીઓ સાથેની ચર્ચા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંભવિત કોરોનાની ત્રીજી લહેર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, હિલ સ્ટેશન, માર્કેટમાં માસ્ક વગર અને ગાઈડલાઈનનું પાલન કર્યા વગર ભીડ એકઠી થવી સારી વાત નથી. આપણા માટે આ ચિંતાનો વિષય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગળ કહ્યું કે, કોરોના બહુરુપિયો છે, આપણે કોરોના વાઇરસના દરેક વેરિઅન્ટ પર નજર રાખવી પડશે. મ્યૂટેશન પછી વાઇરસ કેટલો ખતરનાક હશે તેના પર નિષ્ણાતો સતત અભ્યાસ કરી રહ્યા છે.

ભીડ એકઠી થવી યોગ્ય નથી

દેશભરમાં કોરોના સંક્રમણ ઓછું થતાં જ લોકો હરવા-ફરવા નીકળી પડ્યા છે. જે અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોરોનાના કારણે પ્રવાસન, વ્યાપાર-ઉદ્યોગ ખૂબ જ પ્રભાવિત થયો છે. પરંતુ હું ભાર પૂર્વક કહું છું કે, હિલ સ્ટેશન, માર્કેટમાં માસ્ક વગર ફરવું, ભીડ એકઠી થવી સારી બાબત નથી. સતર્કતા રાખવી ખૂબ જ જરૂરી છે.

વડાપ્રધાને કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા  સબકો વેક્સિન-મુફ્ત વેક્સિન અભિયાનની પૂર્વોત્તરમાં પણ એટલી જ જરૂરિયાત છે. સાથે જ વડાપ્રધાને મુખ્યમંત્રીઓને અપીલ કરી કે ત્રીજી લહેર સામે લડવા માટે આપણે વેક્સિનેશન પ્રક્રિયા ઝડપી કરતી રહેવી પડશે.

વડાપ્રધાન મોદીએ આગળ વાત કરતાં જણાવ્યું હતું કે, આપણે ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટ સાથે જોડાયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરીને આગળ ચાલતા રહેવું પડશે. આપણે ઓક્સિજન ઉપર પીડિયાટ્રિક કેર સાથે જોડાયેલી સુવિધાના નિર્માણ માટે ઝડપથી કામ કરવું પડશે. પીએમ કેરના માધ્યમથી દેશમાં સેંકડો ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવી રહ્યા છે. હાલમા જ કેબિનેટે 23 હજાર કરોડનું નવું પેકેજ જાહેર કર્યું છે. નોર્થ ઈસ્ટના દરેક રાજ્યને આ પેકેજના માધ્યમથી પોતાના હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવામાં મદદ મળશે.

પૂર્વોત્તરમાં સંક્રમણ વધ્યું

પૂર્વોત્તરના રાજ્યમાં હાલ કોરોનાની પરિસ્થિતિ અંગે વાત કરીએ તો, આસામમાં 19594 એક્ટિવ કેસ છે. મણિપુરમાં 7520 એક્ટિવ કેસ, મિઝોરમમાં 4336 એક્ટિવ કેસ, ત્રિપુરામાં 4100 એક્ટિવ કેસ, અરુણાચલ પ્રદેશમાં 3918 એક્ટિવ કેસ, સિક્કિમમાં 2225 એક્ટિવ કેસ અને નાગાલેન્ડમાં 959 એક્ટિવ કેસ છે. મહત્વનું છે કે, મોટા રાજ્યની સરખામણીમાં પૂર્વોત્તરના રાજ્યમાં ભલે કેસ ઓછા જોવા મળતા હોય પરંતુ જન સંખ્યાની દ્રષ્ટિએ આ સંખ્યા ખૂબ જ વધુ ગણાય. પૂર્વોત્તરના રાજ્યમાં પોઝિટિવિટી રેટ પણ ખૂબ વધુ છે.

પીએમ મોદીએ કહ્યું કે કોવિડની બીજી લહેર દરમિયાન અલગ અલગ સરકારોએ કામ કર્યું છે. પૂર્વોત્તરના કેટલાક જિલ્લાઓમાં કેસ વધ્યા છે, આવામાં સતર્ક રહેવાની જરૂર છે. તેમણે કહ્યું કે કન્ટેન્મેન્ટ નીતિ પર ભાર દઈને યોગ્ય એક્શન લઈ શકાય છે. 

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments