Team Chabuk-National Desk: હજુ કોરોનાની બીજી લહેર સંપૂર્ણ સમાપ્ત નથી થઈ ત્યાં જ કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ હોવાનો ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. હૈદરાબાદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રહી ચુકેલા વરિષ્ઠ ભૌતિક શાસ્ત્રીએ ત્રીજી લહેર શરૂ થઈ ગઈ હોવાનો દાવો કર્યો છે. ડોક્ટર વિપિન શ્રીવાસ્તવે દાવો કર્યો છે કે, દેશમાં કોરોનાની ત્રીજી લહેર કદાચ 4 જુલાઈથી શરૂ થઈ ગઈ છે.
દેશમાં છેલ્લા 463 દિવસના સંક્રમણના કેસ અને તેનાથી થતાં મૃત્યુના આંકડાનો અભ્યાસ કરવાની એક વિશેષ પદ્ધતિ વિકસિત કરનાર ડોક્ટર વિપિન શ્રીવાસ્તવે કહ્યું છે કે, 4 જુલાઈની તારીખ આ વર્ષના ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયા જેવી લાગી લાગે છે. વિપિન શ્રીવાસ્તવના વિશ્લેષણ પ્રમાણે જ્યારે સંક્રમણથી રોજના મોતના આંકડા વધવાની પ્રવૃત્તિથી ઘટવાની પ્રવૃત્તિ તરફ વધે છે અથવા તો તેનાથી વિપરિત વધે છે તો ડેઈલી ડેથ લોડમાં ઝડપથી ઉતાર ચડાવ થાય છે.
શ્રીવાસ્તવે ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયાના અંતમાં ડેઈલી ડેથ લોડ પદ્ધતિથી આકલન કરતાં આ પ્રકારનો ઉતાર ચડાવ જોયો હતો. હવે ડોક્ટર વિપિન શ્રીવાસ્તવે કહ્યું કે, 4 જુલાઈથી આ પ્રકારની પ્રવૃત્તિની શરૂઆત જોઈ શકાય છે. તેથી ત્રીજી લહેર શરૂ થઈ હોવાનો દાવો તેમણે કર્યો છે. શ્રીવાસ્તવે કહ્યું કે, હવે આપણે આશા અને દુઆ કરવી જોઈ કે ડેઈલી ડેથ લોડ નકારાત્મક જળવાઈ રહે. તેમણે તંત્ર અને જનતાને પણ સાવધાન રહેવા કહ્યું છે.
ભારતીય તબીબીના ટોચના સંગઠન ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એટલે કે આઈએમએ પણ ગઈકાલે કેન્દ્ર અને રાજ્ય સરકારોને કોરોના મામલે તકેદારી રાખવા માટે ચેતવણી આપી હતી. આઈએમએએ કહ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેર આવવાની જ છે. જે રીતે દેશના વિવિધ વિસ્તારોમાં ભીડ એકઠી થઈ રહી છે તેના અંગે પણ આઈએમએએ દુઃખ વ્યક્ત કર્યું હતું. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને સરકાર અને જનતાને ચેતવણી આપતાં કહ્યું કે, લોકો માસ્ક વગર એકઠાં ના થાય હજુ ત્રીજી લહેર આવશે. ત્રીજી લહેરની અસરને ઘટાડવા માટે કોરોના ગાઈડલાઈનનું પાલન અને રસીકરણ જ ઉપાય છે.
કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, દેશની દરેક હોસ્પિટલમાં કોરોના મહામારી સામે પહોંચી વળવા માટે જરૂરી તમામ સુવિધા પર સરકાર કામ કરી રહી છે. આગામી 6 મહિનામાં આ સુવિધાઓ પૂરી કરી દેવામાં આવશે. દરેક જિલ્લામાં ઓક્સિજન સુવિધા ઉભી કરવાની વાત પણ સ્વાસ્થ્ય મંત્રીએ કરી હતી.
સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે જાહેર કરેલા આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 37,154 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા હવે 3,08,74,376 પર પહોંચી ગઈ છે. એક દિવસમાં 39,649 લોકો સાજા પણ થયા છે. કુલ સાજા થયેલા લોકોની સંખ્યા 3,00,14,713 થઈ ગઈ છે. કોરોનાએ 24 કલાકમાં દેશભરમાંથી 724 લોકોનો ભોગ લીધો છે. આ સાથે કોરોની થયેલા મોતનો કુલ આંકડો હવે 4,08,764 પર પહોંચી ગયો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત