Homeદે ઘુમા કે‘ફોર્મ અસ્થાઈ હોય છે, પણ ક્લાસ પરમેનેન્ટ હોય છે’ : પુજારા

‘ફોર્મ અસ્થાઈ હોય છે, પણ ક્લાસ પરમેનેન્ટ હોય છે’ : પુજારા

Team Chabuk-Sports Desk: ભારત અને સાઉથ આફ્રિકાની શ્રેણીમાં ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા ભારતના અનુભવી ખેલાડી ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે ફોર્મમાં પરત આવી ગયા છે. બુધવારના રોજ જોહાનિસબર્ગના મેદાનમાં ત્રીજા દિવસની રમત દરમ્યાન બંને ખેલાડીઓએ ન માત્ર હાફ સેન્ચુરી ફટકારી હતી પણ ઓછા બોલનો ઉપયોગ કરી ટેસ્ટ મેચને વનડે મેચમાં પણ તબ્દિલ કરી હતી. પુજારા અને રહાણેએ 111 રનની ભાગીદારી નોંધાવી ટીકાકારોને ચૂપ કરી દીધા હતા. આ બે ખેલાડી અને હનુમા વિહારીના 40 અણનમ રનની ઈનિંગના કારણે જ ટીમ આફ્રિકાને 240 રનનું લક્ષ્યાંક આપી શકી છે.

હવે ચેતેશ્વર પુજારાએ ખૂદ પોતાના અને રહાણેના ફોર્મને લઈ વાત કહી છે. તેનું કહેવું છે કે ફોર્મ અસ્થાઈ હોય છે, પણ ક્લાસ પરમેનેન્ટ હોય છે. પુજારાનું માનવું છે કે ટીમ મેનેજમેન્ટ હંમેશાં સપોર્ટિવ રહ્યું છે. પુજારાએ ત્રીજા દિવસની સમાપ્તિ પર કહ્યું હતું કે, ટીમ પ્રબંધન હંમેશાં સહાયકની ભૂમિકામાં રહ્યું છે. એટલે હું કહીશ કે આ માત્ર બહારનો શોરગુલ છે. કોચિંગ સ્ટાફ, કેપ્ટન, દરેક તમામ ખેલાડીઓની પાછળ છે. અમે આકરી મહેનત કરી રહ્યા છીએ. એવો સમય હોય છે જ્યારે તમને વધારે રન મળતા નથી. પણ એક ક્રિકેટર માટે મહત્વની વાત એ છે કે તમે કાયમી રૂટિનનું પાલન કરો અને પોતાની રમતમાં સુધારો કરવાનું રાખો.

એવો સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું પુજારા અને રહાણે દબાણનો અનુભવ કરી રહ્યા છે, જેના જવાબમાં તેણે કહ્યું હતું કે, અમને ખૂદ પર વિશ્વાસ છે અને ટીમ મેનેજમેન્ટ પર પણ વિશ્વાસ છે. અમે હંમેશાં સન્નીભાઈ પાસેથી શીખીએ છીએ, અને જ્યારે પણ મેં તેમની સાથે વાત કરી છે એ હંમેશાં મારું સમર્થન કરે છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા સુનીલ ગાવસ્કરે રહાણે અને પુજારાની નિરાશાત્મક રમતને જોઈ કહ્યું હતું કે આ તેમના માટે અંતિમ તક હોઈ શકે છે.

પુજારાએ વધુમાં કહ્યું હતું કે, એવો સમય પણ હોય છે જ્યારે તમે ખરાબ ફોર્મમાંથી પસાર થતા હોવ છો. એમાં સવાલ ઉઠશે, પણ અમે આત્મવિશ્વાસથી સભર ખેલાડી છીએ. હું અને અજિંક્ય અમારી રમત પ્રત્યે આકરી મહેનત કરી રહ્યા છીએ અને એક કહેવત છે ફોર્મ અસ્થાઈ હોય છે પણ ક્લાસ પરમેનેન્ટ હોય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments