Team Chabuk-Gujarat Desk: ઉપલેટા વિસ્તારમાં રહેતી અને ધોરણ છમાં અભ્યાસ કરતી 12 વર્ષની તરુણીને ભોળવી, તેનું અપહરણ કરી વાડી વિસ્તારની પાછળ લઈ જઈ 22 વર્ષના નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મની ફરિયાદ પીડિતાના પરિવારજનો દ્વારા પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે મુકેશ નામના આરોપીની ધરપકડ કરી છે.
બાળકીને પોતાની જાળમાં ફસાવવી છે તેવો આરોપીનો પહેલાથી મનસૂબો હતો, કારણ કે તે બાળકીની સ્કૂલે જઈ રેકી કરતો હતો ઉપરથી તેને ચોકલેટ પણ આપતો હતો. આરોપીને એ પણ ખબર હતી કે બાળકી કયા સમયે ટ્યૂશનમાં જાય છે એટલે તે ચારથી છ વાગ્યે ત્યાં પહોંચી જતો. આવી જ રીતે એક દિવસ પહોંચી જઈ તેણે બાળકીને ફોસલાવી તેનું અપહરણ કર્યું હતું.
બાળકી મોડી સાંજ સુધી ટ્યૂશનથી ઘરે પાછી ન આવી તો પરિવારજનો ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા. પરિવારજનોએ આ માટે પોલીસને પણ જાણ કરી હતી. આખરે નવ વાગ્યાની આસપાસ આરોપી ઘરથી થોડે દૂર બાળકીને બાઈક પર છોડી નાસી ગયો હતો.
પરિવારજનોએ બાળકીની સ્થિતિ જોઈ તેની સાથે શું થયું તે પૂછતા બાળકી રડી પડી હતી અને પોતાની સાથે શું શું થયું તેની વાત જણાવી હતી. પરિવારજનો કિશોરીની આપવીતી જાણ્યા બાદ હચમચી ગયા હતા અને તાબડતોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી મુકેશને પકડી તેને પાઠ ભણાવ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
