Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતના બનાવો વધ્યા છે. રાજ્યમાંથી રોજ એકાદ જિલ્લામાંથી અકસ્માતના કરુણ સમાચાર મળતા રહે છે ત્યારે વધુ ચાર અકસ્માતની ઘટના સમે આવી છે જેમાં કુલ પાંચ લોકોએ પોતાની અમૂલ્ય જિંદગી ગુમાવી છે. નવસારી, કચ્છ, બનાસકાંઠા અને પંચમહાલમાં સર્જાયેલા રોડ અકસ્માતમાં કુલ પાંચ લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે અન્ય પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમને સારવાર માટે લઈ જવાયા હતા.
નવસારી જિલ્લાના જલાલપોરમાં ખરસાડ સીમમાં બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક દેવ કેવલ દેસાઈ નામના 18 એક યુવકનું મૃત્યું થયું હતું. જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે જેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
બનાસકાંઠાના ડીસામાં આવેલા વડાવળ પાટિયા નજીક આઈશર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો. જેમાં બે લોકોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતના પગલે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. મળતી વિગતો મુજબ કારમાં સવાર લોકો પાટણના વરાણા ગામે ખોડિયાર માતાના મંદિરે જઈ રહ્યા હતા.
કચ્છના અંજારમાં ટેમ્પો અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જોયો જેમાં પણ બે લોકોના મોત થયા છે. ચિત્રકૂટ સર્કલથી થોડે દૂર રાધે રિસોર્ટ નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટનાના પગલે લોકોના ટોળેટોળા વળી ગયા હતા જેના પગલે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા.
ગોધરાના વડોદરામાં બાયપાસ રોડ પર એક કાર પલટી ગઈ હતી. મળતી માહિતી મુજબ પૂરપાટ જઈ રહેલી કાર વચ્ચે નીલ ગાય આવી જતાં કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર પલટી ગઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં મોટી જાનહાનિ ટળી હતી પરંતુ કારમાં સવાર મહિલાને ઈજાગ્રસ્ત પહોંચી હતી
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત