Team Chabuk-Gujarat Desk: જન્માષ્ટમીનો તહેવાર નજીક આવી રહ્યો છે. જન્માષ્ટમીના તહેવારમાં રજાઓના કારણે લોકો ધાર્મિક સ્થળો અને પર્યટન સ્થળો પર ઉમટી પડતાં હોય છે. છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીના કારણે જાહેર જગ્યાઓ પર મોટી સંખ્યામાં લોકો એકઠાં ન થાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લાના વિરપુરમાં આવેલું સુપ્રસિદ્ધ જલારામ બાપાનું મંદિર જન્માષ્ટમીના તહેવારમાં બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
દેશમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને આગાહી કરવામાં આવી છે ત્યારે જન્માષ્ટમીના તહેવારમાં ભીડ ભેગી ન થાય તે માટે આગમચેતીના ભાગરૂપે વિરપુરનું જલારામ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે જન્માષ્ટમીના તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો મંદિરોમાં દર્શન કરવા માટે જતા હોય છે. ત્યારે હજુ કોરોનાની ત્રીજી લહેરનો ખતરો છે. તેવામાં જન્માષ્ટમીના તહેવારમાં મંદિરમાં મોટી સંખ્યામાં લોકો ભેગા ન થાય અને કોરોનાનું સંક્રમણ અટકાવી શકાય તે માટે જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિરપુર ખાતે આવેલું જલારામ મંદિર 27 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર એટલે કે 6 દિવસ બંધ રહેશે. આ દરમિયાન સાતમ-આઠમનો તહેવાર આવી રહ્યો છે. 30 ઓગસ્ટ સોમવારે જન્માષ્ટમી છે.
જલારામ મંદિરના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાની ત્રીજી લહેરની આશંકાને જોતા મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ છ દિવસ મંદિર અને અન્ન ક્ષેત્ર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. તો 2 સપ્ટેમ્બરથી મંદિર ભક્તો માટે રાબેતા મુજબ ખુલશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત