Homeગુર્જર નગરીતમારા સિક્રેટ ડેટા અજાણી વ્યક્તિને આપતા પહેલાં ચેતી જજો ! આ કિસ્સો...

તમારા સિક્રેટ ડેટા અજાણી વ્યક્તિને આપતા પહેલાં ચેતી જજો ! આ કિસ્સો તમારા માટે વાંચવો જરૂરી છે

Team Chabuk-Gujarat Desk: લોન મેળવવા માટે સારો સિબિલ સ્કોર હોવો જરૂરી છે. સિબિલ સ્કોર જાણવા ઘણા લોકો ગૂગલ પર સર્ચ કરે છે. પરંતુ આ સર્ચ જોખમી સાબિત થઈ શકે છે. દમણનો એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. એક વ્યક્તિએ સિબિલ સ્કોર સારો કરવા માટે ગૂગલ સર્ચ કર્યું.. નંબર મેળવ્યા. તે નંબર પર વાતચીત કરી..સામેવાળી વ્યક્તિએ ડિટેઈલ માગી એટલામાં જ ગૂગલ સર્ચ કરનારા વ્યક્તિના ખાતામાંથી 3.60 લાખ રૂપિયા ઉપડી ગયા.. દમણ પોલીસ સ્ટેશનમાં એક નાગરિક હાંફળો ફાફળો થઇ ને પહોંચ્યો અને જણાવ્યું કે તેના ખાતામાંથી ૩.૬૦ લાખ રૂપિયા ડેબિટ થયા છે. જેથી પોલીસે તમામ માહિતી જાણી તો ખબર પડી ને આ વ્યક્તિએ પોતાનો સિબિલ સ્કોર જાણવા માટે ગૂગલ સર્ચ કર્યું હતું અને એમાં ડિસ્પ્લે થયેલા એક નંબર ઉપર ફોન કર્યો હતો. ફોન જોડાતા સામેવાળા વ્યક્તિએ વિગતો માંગી અને તેમના મોબાઈલમાં રીમોટ એપ્લિકેશન એની ડેસ્ક ઇન્સ્ટોલ કરાવ્યું હતું. બસ એની ડેસ્ક ઇન્સ્ટોલ થતાની સાથે જ ખાતાંમાંથી રકમ ગાયબ થઈ ગઈ હતી.

આ જાણી દમણ પોલીસે સૌથી પહેલા બેંકમાં સંપર્ક કરીને ૧.૨૯ લાખ ખાતામાં પરત મેળવી લીધા હતા. આ બાદ દમણ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી. દમણ પોલીસની સાયબર ટીમ કામે લાગી ગઈ હતી અને ટ્રેસ કર્યું તો તેમને ખબર પડી કે પૈસા ફ્લીપકાર્ટ અને અન્ય એપ્લિકેશનમાં ગયા છે. વધુ ટ્રેસિંગમાં પોલીસને કોલકાતાનું લોકેશન મળ્યું હતી.જે થી પોલીસની એક ટીમ કોલકાતા ગઈ હતી. કોલકાતા નજીક લગભગ ૭૦૦ મીટરના વિસ્તારમાં આરોપી નેટવર્ક ઓપરેટ કરતા હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરી સેમરુંલ અન્સારી, સમીમ અન્સારી, મોહમ્મદ જીયોલ અન્સારી અને મોહમ્મદ મહતાવ અન્સારી નામના ચાર શખ્સોને ઝડપી લીધા હતા.

shreeji dhosa

આ આરોપીઓ સતત પોતાનું લોકેશન બદલતા હતા. જેથી તેમને ટ્રેસ કરવું પોલીસ માટે અઘરું બની ગયું હતું. જોકે આખરે તેમના સચોટ લોકેશનના આધારે તેઓ પકડાઈ ગયા હતા. પોલીસે આરોપી પાસેથી કુલ ૧૪ મોબાઈલ, એક લેપટોપ સહીત ૩૬ એક્ટીવ સીમ કાર્ડ કબજે કર્યા છે.

આ આરોપીઓ મૂળ ઝારખંડ રાજ્યના દેવગઢના વતની હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે તપાસ શરૂ કરી છે કે, આરોપીએ અત્યાર સુધીમાં કુલ કેટલા લોકો સાથે છેતરપિંડ કરી છે.. ઓનલાઈન શોપિંગ, ઓનલાઇન મની ટ્રાન્સફર જેટલું સહેલું છે એટલું જ જોખમી પણ છે. તમારી એક ભૂલ તમને લાખો રૂપિયામાં પડી શકે છે. અગાઉ ઝારખંડ અને બિહારથી આ પ્રકારના નેટવર્ક ચાલતા હતા. જો કે આ વખતે કોલકાતાથી છેતરપિંડીનું રેકેડ ઝડપાયું છે. પોલીસનું કહેવું છે ક, અજાણ્યા વ્યક્તિ સાથે તમારા કોઈ પણ સિક્રેટ ડેટા શેર ન કરવા જોઈએ..

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments