Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામ નજીક મોટી કરુણાંતિકા સર્જાઈ છે. તળાવમાં ન્હાવા પડેલા પાંચ બાળકોના મોત નિપજ્યાના દુઃખદ સમાચાર સામે આવ્યા છે. એક સાથે પાંચ બાળકોના મોતથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની વિગતે વાત કરીએ તો મેથાણ અને સરવાળ ગામ વચ્ચે આવેલી તળાવડીમાં ન્હાવા પડેલી ચાર બાળકી અને એક બાળક સહિત પાંચના ડુબી જતાં મોત થયા છે. એક સાથે પાંચ બાળકોના મોતની ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામ નજીક તળાવડીમાં ડૂબી જતાં ચાર બાળકી સહિત પાંચના મોતથી ચકચાર મચી જવા પામી છે. જેમાં સ્થાનિકો લોકોએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે ફાયર અને તરવૈયાની ટીમની મદદથી લાશ બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે.
મેથાણ અને સરવાળ ગામ વચ્ચે આવેલી તળાવડીમાં બાળકો ન્હાવા પડતા ડૂબી જતાં મોત નિપજવાની ગોઝારી ઘટના બની છે. જેમાં એકસાથે પાંચ બાળકોના મોતને લઇને સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી છે. જેમાં આ ગોઝારી ઘટનામાં મૃત્યુ પામનારમાં ચાર દીકરી એક દીકરાનો સમાવેશ છે. બાળકોના મોતથી પરિવારજનોમાં પણ આક્રંદ જોવા મળી રહ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
