Homeગુર્જર નગરીરક્ષાબંધન પહેલાં એકનો એક ભાઈ ગુમાવ્યોઃ સુરેન્દ્રનગરના સાયલામાં ડુબી જવાથી કિશોરનું મોત

રક્ષાબંધન પહેલાં એકનો એક ભાઈ ગુમાવ્યોઃ સુરેન્દ્રનગરના સાયલામાં ડુબી જવાથી કિશોરનું મોત

Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના શિરવાણીયા ગામમાં ધોરણ 6મા અભ્યાસ કરતાં કિશોરનું ડુબી જવાથી મોત થયું છે. રક્ષાબંધનના દિવસે ભાઈને રાખડી બાંધે તે પહેલાં જ બહેનના એકના એક ભાઈનું ડુબી જવાથી મોત થતાં સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ બનાવ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના શિરવાણીયા ગામની સીમમાં બન્યો હતો. મૃતક કિશોર સ્કૂલેથી છૂટીને વાડી જઇને હોજમાં સ્નાન કરવા પડયો અને પાણીમાં ડુબી ગયો હોવાની ઘટનાથી ગામમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી.

બનાવની વિગતે વાત કરીએ તો, સાયલા તાલુકાના શિરવાણીયા પ્રાથમિક શાળામાં ધોરણ 6માં અભ્યાસ કરતો 11 વર્ષનો  ધ્રુમિલ ભનુભાઈ શાળામાંથી 12 વાગ્યે છૂટીને વાડીએ ગયો હતો. ત્યાં પાણી પીવાના હોજમાં નહાવા પડતા ડૂબવાથી તેનું મોત નિપજ્યું હતું. તેના પગલે ગામમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી.

ધ્રુમિલ ભનુભાઈનો એકનો એક પુત્ર હતો અને વર્ગમાં પ્રથમ નંબર લાવતો હોંશિયાર વિદ્યાર્થી હતો. તાજેતરમાં યોજાયેલા પ્રવેશોત્સવમાં અગ્રણીઓના હસ્તે તેને ઇનામ પણ મેળવ્યું હતું. તેની નાની બહેન નયના ધોરણ ચારમાં અભ્યાસ કરતી હોવાની માહિતી મળી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments