Homeગુર્જર નગરીમોરબીમાં હિટ એન્ડ રનઃ પિતા, પુત્ર અને પુત્રીનું મોત, માતા અને એક...

મોરબીમાં હિટ એન્ડ રનઃ પિતા, પુત્ર અને પુત્રીનું મોત, માતા અને એક પુત્રી સારવાર હેઠળ

મોરબીમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. હિટ એન્ડ રનની આ ઘટનામાં એક જ પરિવારના 3 લોકોના મોત નિપજ્યા છે. અજાણ્યા વાહનની ટક્કરમાં પતિ-પત્ની અને 3 બાળકો કચડાયા હતા, જેમાંથી 3 લોકોના મોત થયા છે. ઘટનાની જાણકારી મળતા જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તેને પકડી પાડવા તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી પ્રમાણે, મોરબીના માળિયાના નાના દહીંસરા ગામે હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં બાઈક પર પતિ-પત્ની અને 3 બાળકો જઈ રહ્યા હતા ત્યારે જ અજાણ્યા વાહન ચાલકે તેઓને હડફેટે લઈને ફંગોળ્યા હતા. બાઈકને ટક્કર મારીને પરિવારના 5 સદસ્યોને કચડીને વાહન ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતની આ ઘટનામાં પિતા તથા એક પુત્ર તથા એક પુત્રીનું મોત નિપજ્યું છે, તો એક પુત્રી અને માતાને સારવાર માટે ખસેડાયા છે.

morbi hit and run

અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો સ્થળ પર એકઠાં થઈ ગયા હતા અને પોલીસ તથા 108ની ટીમને જાણ કરી હતી. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત માતા અને પુત્રીને મોરબી સારવાર માટે ખસેડાયા હતા અહીંથી વધુ સારવાર માટે તેમને રાજકોટ ખસેડવામાં આવ્યા છે. જ્યારે પિતા, એક પુત્ર અને એક પુત્રી એમ કુલ 3 લોકોના મોત નિપજ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments