Homeગુર્જર નગરીબગોદરા-લિંબડી વચ્ચે ટ્રક અને ખાનગી બસનો અકસ્માત, ચાર લોકોના મોત

બગોદરા-લિંબડી વચ્ચે ટ્રક અને ખાનગી બસનો અકસ્માત, ચાર લોકોના મોત

Team Chabuk-Gujarat Desk: બગોદરા-લિંબડી હાઈવે પર વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે અને 25 જેટલા મુસાફરોને ઈજા પહોંચી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. વહેલી સવારે થયેલા અકસ્માતથી હાઈવે મુસાફરોની ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. આ અકસ્માત બગોદરા અને લિંબડી વચ્ચે આવેલા જનશાળી નજીક થયો હતો. વહેલી સવારે ખાનગી બસ અને ટ્રક વચ્ચે ટક્કર થતાં ચાર લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 25 લોકોને ઈજા પહોંચી છે.

accident

મળતી માહિતી પ્રમાણે, વહેલી સવારે ધુમ્મસભર્યા વાતાવરણમાં બગોદરા અને લિંબડી વચ્ચેના જનશાળી નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. તો 25 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જનશાળી પાસે ખાનગી બસ-ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત સર્જાયો હતો. તમામ ઈજાગ્રસ્તોને બગોદરા CHC સેન્ટરમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. વહેલી સવારે આ ઘટના બની હતી. ઈમરજન્સની કોલ મળતા જ 108 એમ્બ્યુલન્સ દર્દીઓની સારવાર માટે કામે લાગી હતી.  

જોકે, આ અકસ્માત કેવી રીતે થયો તેનુ કારણ હજી સામે આવ્યું નથી. પરંતુ અકસ્માતને પગલે પોલીસ દોડતી થઈ હતી. ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસ હાલ અકસ્માતની માહિતી મેળવી રહી છે. 

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments