Team Chabuk-Entertainment Desk: અનેક વિવાદોમાં રહી ચુકેલી અભિનેત્રી અને મોડલ પૂનમ પાંડેનું (Poonam Pandey) સર્વાઈકલ કેન્સરથી (cervical cancer) મોત થયાના સમાચાર સામે આવ્યા છે. પૂનમ પાંડેના નિધનના સમાચાર મળતાં જ તેના ફેન્સમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પૂનમ પાંડેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેઓના મોતની જાણકારી આપવામાં આવી છે. પૂનમ પાંડેના નિધનના સમાચારથી ચાહકો આઘાતમાં સરી પડ્યા છે. પૂનમ પાંડેના મેનેજરે આ ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે 1 ફેબ્રુઆરીની રાત્રે સર્વાઈકલ કેન્સર સામે જંગ લડ્યા બાદ પૂનમ પાંડેએ અંતિમ શ્વાસ લીધા છે.

પોતાની બોલ્ડનેસ અને વિવાદોના કારણે ચર્ચામાં રહેતી અભિનેત્રી પૂનમ પાંડેના અચાનક નિધનથી ચાહકો આઘાતમાં છે. 32 વર્ષીય પૂનમ પાંડે સર્વાઈકલ કેન્સરથી પીડિત હતી. આ વાતનો ખુલાસો અભિનેત્રીની ટીમે પોતાના એક નિવેદનમાં કર્યો છે. સોશિયલ મીડિયા પર પૂનમ પાંડેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજથી તેમની ટીમે અધિકૃત નિવેદન જાહેર કર્યું છે. જેમાં લખવામાં આવ્યું છે કે આજની સવાર આપણા બધા માટે ખુબ મુશ્કેલ છે. એ જણાવતા અમને દુઃખ થાય છે કે આપણી વ્હાલી પૂનમને આપણે સર્વાઈકલ કેન્સરના કારણે ગુમાવી દીધી છે. આ દુઃખભરી પળમાં અમે પ્રાઈવસીની રિકવેસ્ટ ફેન્સને કરીએ છીએ જેથી કરીને અમે તેમને પ્રેમથી યાદ કરી શકીએ.

કોણ હતી પૂનમ પાંડે ?
પૂનમ પાંડે બોલિવુડની જાણીતી અભિનેત્રી અને મોડેલ હતી. વર્ષ 2011માં તે વધુ વિવાદમાં આવી હતી. તેણે 2011ના ક્રિકેટ વર્લ્ડકપ દરમિયાન જાહેરાત કરી હતી કે જો ભારત ફાઈનલ મેચ જીતશે તો તે તમામ કપડાં ઉતારી નાખશે. પૂનમ પાંડે છેલ્લે કંગના રનૌતના રિયાલિટી શોમાં નજરે પડી હતી. પૂનમ પાંડેએ સૈમ બોમ્બે સાથે 2020માં લગ્ન કર્યા હતા. જો કે 2021માં બન્ને અલગ થઈ ગયા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત