Homeગુર્જર નગરીવિઘ્નહર્તાની ઈકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવો અને જીતો આકર્ષક ઈનામો

વિઘ્નહર્તાની ઈકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવો અને જીતો આકર્ષક ઈનામો

Team Chabuk-Gujarat Desk: વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજીના મહોત્સવનો ધામધૂમપૂર્વક પ્રારંભ થયો છે, ત્યારે ગણેશ ચતુર્થીને ધ્યાનમાં રાખી જૂનાગઢ સંગ્રહાલય દ્વારા વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે. જૂનાગઢ સંગ્રહાલયના ક્યુરેટર ડો. સેફાલીકા અવસ્થી આ અંગે વિગતો આપતા કહે છે કે, જૂનાગઢ મ્યુઝિયમના ઓપેરા હાઉસ ખાતે 22 સપ્ટેમ્બરના રોજ મીટ એટ ધ મ્યુઝિયમ કાર્યક્રમ અંતર્ગત ‘વૈશ્વિકરણ અને વૈશ્વિક ભગવાન શ્રી ગણેશજી’ પર બપોરે 4 કલાકે એક ટોક એટલે કે વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડો. સેફાલીકા અવસ્થી વ્યક્તવ્ય આપશે.

eco friendly ganesha

ઉપરાંત 24મી સપ્ટેમ્બરના રોજ સવારે 10 થી બપોરના 2 વાગ્યા દરમિયાન ઈકો ફ્રેન્ડલી ભગવાન શ્રી ગણેશજીની પ્રતિમા બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેનારે પર્યાવરણ અનુકૂળ એવી માટી, લેન્ટીલ્સ, જૂટ, ન્યુઝ પેપર, કાગળ, કાપડ વગેરેમાંથી ગણેશજીની પ્રતિમા તૈયાર કરવાની રહેશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે મો. 83200 82742 પર સંપર્ક કરી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ સ્પર્ધાના અંતે આકર્ષક ઈનામો અને પ્રમાણપત્રો પણ આપવામાં આવશે. તેમ ક્યુરેટર ડો. સેફાલીકા અવસ્થીએ ઉમેર્યું હતું.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments