Homeગુર્જર નગરીસુરેન્દ્રનગરઃ લખતર નજીક કાર પલટી જતાં પિતા-પુત્ર અને બહેન-ભાણીના ઘટના સ્થળે જ...

સુરેન્દ્રનગરઃ લખતર નજીક કાર પલટી જતાં પિતા-પુત્ર અને બહેન-ભાણીના ઘટના સ્થળે જ મોત

Team Chabuk-Gujarat Desk: આજે સુરેન્દ્રનગરના લખતર નજીક અમદાવાદથી આવતા પરિવારને કાળ ભરખી ગયો છે. લખતરના કડુ કેનાલ નજીક થયેલા અકસ્માતમાં પરિવારના ચાર લોકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. અકસ્માતને પગલે હાઈવે પર ચીસાચીસ થઈ ગઈ હતી. મળતી માહિતી પ્રમાણે ધાર્મિક પ્રસંગ માટે અમદાવાદથી દેદાદરા આવી રહેલા પરિવારને સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કડુ કેનાલ નજીક અકસ્માત નડ્યો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ પુરુષ અને એક મહિલાનું મોત નિપજ્યું છે. મૃતકમાં પિતા-પુત્ર અને બહેન-ભાણીનો સમાવેશ થાય છે. જ્યારે પત્ની અને દીકરીની હાલત ગંભીર હોવાથી તેઓને અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

પરિવાર અમદાવાદના રાણીપ વિસ્તારમાંથી વઢવાણ તાલુકાના દેદાદરા ગામે ધાર્મિક પ્રસંગમાં આવતો હતો. એ સમયે હાઈવે પર પુરઝડપે આવતી હુન્ડાઈ કંપનીની વર્ના કાર અચાનક પલટી ખાઈ ગઈ હતી. જેથી કારમાં સવાર ચાર લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. આ અકસ્માતની ઘટનાના પગલે સમગ્ર પથંકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

આ અકસ્માતની ઘટનાના પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે આ અકસ્માતમાં બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા એમને લોહીલુહાણ હાલતમાં 108 એમ્બ્યુલન્સ વાનમાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસનો સ્ટાફ પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતની ઘટનાની વધુ તપાસ લખતર પોલીસ ચલાવી રહી છે.

કારમાં કુલ છ લોકો સવાર હતાં, જેમાં બે બાળકો અને ચાર મોટા અમદાવાદથી ગાડી લઈને સવારે 07.30 વાગ્યે દેદાદરા માતાના મઢે હવનમાં હાજરી આપવા નીકળ્યા હતા. સાથે અન્ય બે ગાડીઓ પણ હતી. આ અકસ્માતમાં ગાડી ચલાવનારા સોહમ બલભદ્ર ભટ્ટ (37 વર્ષ) અને તેમના પુત્ર કિર્તન સોહમ ભટ્ટ (9 વર્ષ) અને બહેન રીટાબેન જીતેન્દ્રકુમાર જોશી (50 વર્ષ) અને ભાણી અંજલી જીતેન્દ્રકુમાર જોશી (22 વર્ષ)નું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ.

આ અકસ્માતની ઘટનામાં મૃતક સોહમ ભટ્ટની પત્ની કૃષ્ણા સોહમ ભટ્ટ (32 વર્ષ) અને દીકરી રીવા સોહમ ભટ્ટ (6 વર્ષ)ને માથામાં અને કમરના ભાગે મણકા ભાંગી જતા પ્રાથમિક સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલે લઈ જવાયા હતા. બાદમાં હાલત નાજૂક જણાતાં તેમને વધુ સારવાર અર્થે અમદાવાદની સીમ્સ હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. લખતરથી વિરમગામ જવાના રસ્તે રોડનું કામ ચાલતુ હોઇ ગાડી 6 ફૂટ ઊંડા ખાડામાં પલ્ટી ખાઈ જતા આ ગોઝારો બનાવ બન્યો હતો.

મૃતકના નામ

સોહમભાઈ બલભદ્રભાઈ ભટ્ટ (રહે. તુલસી એપાર્ટમેન્ટ, નરોડા)

કીર્તન સોહમભાઈ ભટ્ટ (સોહમભાઈનો પુત્ર)

રીટાબેન ગોકુલદાસ જોષી (રહે. વચલાબારા, ખંભાળિયા (સોહમભાઈની બહેન)

અંજલી ગોકુલદાસ જોષી – (રીટાબેનની દીકરી)

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments