Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં આગામી 28 અને 29 માર્ચે પોસ્ટ ઓફિસ બંધ રહેશે. વિવિધ પડતર માગણીઓ મુદ્દે પોસ્ટ વિભાગના કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચઢાવી છે. જેથી આગામી બે દિવસ પોસ્ટ ઓફિસની કામગીરી ઠપ રહેશે.
પોસ્ટલ સંયુક્ત સંઘર્ષ સમિતીના નેજા હેઠળ ઓલ ઈન્ડિયા પોસ્ટ એમ્પ્લોયીઝ યુનિય અને નેશનલ યુનિયને વિવિધ પડતર માગણી મુદ્દે હડતાળનું એલાન કર્યું છે. જેથી 28 અને 29 માર્ચ એમ બે દિવસ અમદાવાદ જનરલ પોસ્ટ ઓફિસ (GPO) સહિત શહેરની તમામ પોસ્ટ ઓફિસ બંધ રહેશે. આ ઉપરાંત રેલવે મેલ સર્વિસ પણ બંધ રહશે. આ તમામ ઓફિસના અંદાજે 2 હજાર કર્મચારીઓ હડતાળ પર ઉતરશે.

આ હડતાળને સફળ બનાવવા અમદાવાદ જીપીઓના ઓલ ઈન્ડિયા પોસ્ટલ એમ્પ્લોયીઝ યુનિયનના ગૃપ-3ના ડિવિઝનલ સેક્ટ્રેટરી પી.પી. સોલંકી, પોસ્ટમેન અને MTSના ડિવિઝનલ સેક્રેટરી એસ.બી.સૈયદ, નેશનલ યુનિયનના ગૃપ-3ના સેક્રેટરી જી.જી.બદાણી, પોસ્ટમેન અને MTSના ડિવિઝનલ સેક્રેટરી એચ.આર.ચુડાસમા, તેમજ અમદાવદ શહેરના ઓલ ઈન્ડિયા પોસ્ટલ એમ્પોઈઝના સેક્રેટરી જી.ડબલ્યુ.ક્રિશ્ચિયન અને નેશનલ યુનિયનના ડિવિઝનલ સેક્રેટરી એમ.યુ.ઠાકોર તથા યુનિયનના તમામ કારોબારી સભ્ય હડતાળને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.
શું છે યુનિયનની માગણી ?
- નવી પેન્શન યોજના બંધ કરી જૂની પેન્શન યોજના પુનઃ સ્થાપિત કરવામાં આવે
- ખાનગીકરણની હિલચાલ અને ફ્રેન્ચાઈઝી આઉટલેટ ખોલવાનું બંધ કરવામાં આવે
- ઈન્ટરનેટ અને સર્વરની સમસ્યાઓ દૂર કરવામાં આવે
- 18 માસથી રોકી રાખેલું મોંઘવારી ભથ્થુ તાકીદે ચુકવવામાં આવે
- ટાર્ગેટ મેળા અને IPPB મહાલોગિન દિવસ તથા ડિપાર્ટમેન્ટ સિવાયના અન્ય કાર્યોના નામે કર્મચારીઓને થતી માનસિક હેરનગતિ તેમજ શોષણ બંધ કરવામાં આવે
- તમામ કેડરમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવે
- કોરોનાન કારણે મૃત કર્મચારીઓના પરિવારને 10 લાખનું વળતર ચુકવવામાં આવે તેમજ મૃતક કર્મચારીના પરિવારના એક સભ્યની ડિપાર્ટમેન્ટમાં નિમણૂક કરવામાં આવે
- બેંક તેમજ સરકારી ઓફિસ જેમ પાંચ દિવસનું અઠવાડિયું ગણી શનિવારે રજા આપવામાં આવે
- ઉપરની માગણીઓ મુદ્દે પોસ્ટલ સંયુક્ત સંઘર્ષ સમિતી અમદાવાદ દ્વારા અમદાવાદ જીપીઓથી ખાનપુર સ્થિત ચીફ પોસ્ટમાસ્તર જનરલની ઓફિસ સુધીની એક રેલીનું આયોજન પણ કરાયું છે જેમાં આશરે મોટી સંખ્યામાં પોસ્ટના કર્મચારીઓ જોડાશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત