Team Chabuk-National Desk: મથુરાના વૃંદાવનમાં ઠાકુર શ્રી બાંકેબિહારીની પ્રાકટ્યસ્થલી નિધિવનમાં રાતના સમયે દિવાલ કૂદીને વીડિયો બનાવવાની ઘટનાએ જોર પકડ્યું છે. તેને લઈ હિંદુવાદી સંગઠનોની સાથે સાથે તીર્થ પુરોહિત સમાજે નારાજગી વ્યક્ત કરતા દોષિતોની વિરૂદ્ધ કડક કાર્યવાહીની માગ કરી છે. નિધિવનના સેવાયત દ્વારા મંદિર પ્રશાસક સિવિલ જજ જૂનિયર ડિવીઝન મથુરાને મળેલા ફરિયાદ પત્રમાં વૃંદાવન કોતવાલી પોલીસને વીડિયો ડિલીટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. પોલીસે ચારે આરોપીઓની વિરૂદ્ધ કેસ ફાઈલ કરી તપાસ શરુ કરી દીધી છે.
શું છે વીડિયોમાં?
થોડા દિવસો પૂર્વે એક યુટ્યૂબ ચેનલ પર વીડિયો અપલોડ થયો હતો. જેમાં કેટલાક યુવક નિધિવનના પાછળના ભાગની દિવાલને કૂદી અંદર પ્રવેશ કરતા દેખાયા હતા. નિધિવન મિસ્ટ્રી વીડિયોમાં યુવક પૂરા મંદિરનો વીડિયો શૂટ કરી મંદિરના અધ્યાત્મિક રહસ્ય પર ટીપ્પણી કરી રહ્યા હતા. સીસીટીવી ફૂટેજ તપાસ્યા બાદ મંદિર પ્રબંધને પોલીસને આ અંગે અવગત કર્યા હતા. જોકે ફરિયાદ પર પોલીસ ગંભીર નહોતી થઈ.
ચાર લોકોની વિરૂદ્ધ કેસ ફાઈલ
એ પછી સેવાયતે મથુરા મુંસિફને પ્રાર્થનાપત્ર આપ્યું હતું. સિવિલ જજ અર્ચના સિંહે પોલીસને કેસ ફાઈલ કરી આપત્તિજનક વિષયવસ્તુ સોશિયલ મીડિયા પરથી હટાવવા માટે આદેશ આપવામાં આવ્યા. પોલીસે શુક્રવારના રોજ યુટ્યૂબ સંચાલકોની વિરૂદ્ધ આઈટી એક્ટ અને ધાર્મિક ઉન્માદ ફેલાવવાની કલમ લગાવી ચાર લોકોની વિરૂદ્ધ કેસ ફાઈલ કરી તપાસ શરુ કરી દીધી છે.
હિંદુવાદીઓ અત્યંત દુ:ખી
નિધિવનની દિવાલ કુદીને વીડિયો શૂટ કરવા પર ધર્મ રક્ષા સંઘે નારાજગી વ્યક્ત કરી છે. શુક્રવારના રોજ મહામંડલેશ્વર સ્વામી પરમેશ્વર દાસ મહારાજની અધ્યક્ષતામાં મોર કુટીમાં થયેલી બેઠકમાં આરોપીઓની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ, સંતો અને હિંદુવાદી સંગઠનોએ ઉઠાવી છે. સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ સૌરભ ગોડે કહ્યું કે નિધિવનમાં જે પ્રકારે ચોરોની જેમ જે વ્યક્તિઓએ પ્રવેશ કર્યો, એ અત્યંત નિંદનીય છે. શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુક્તિ આંદોલન સમિતિના અધ્યક્ષ મહેન્દ્ર પ્રતાપ સિંહે કહ્યું કે કેટલાક લોકો હિંદુ સમાજના માન બિંદુઓ પર હુમલો કરી હિંદુ ધર્મને નબળું કરવા ઈચ્છે છે, આવા તત્વોની વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત