Homeગુર્જર નગરીસુરતઃ છોકરીઓને ખુશ રાખવાથી હજારો રૂપિયા મળશે જેવી જાહેરાતો આપી યુવાનોને ખંખેરનારા...

સુરતઃ છોકરીઓને ખુશ રાખવાથી હજારો રૂપિયા મળશે જેવી જાહેરાતો આપી યુવાનોને ખંખેરનારા ઝડપાયા

Team Chabuk-Gujarat Desk: ન્યૂઝ પેપરમાં કોમલ બ્યૂટી પાર્લરના નામથી જાહેરાતો આપી યુવતીઓ સાથે મિત્રતા કરાવવા, ચેટીંગ કરવા તથા રૂબરૂ મુલાકાત કરવાથી રોજના ૨૦ થી ૩૦ હજાર રૂપિયા કમાઈ શકો છો તેવી જાહેરાત આપી ઠગાઈ કરવાના આરોપસર એક મહિલા અને એક પુરુષની ધરપકડ કરાઈ છે. સુરતની સાયબર સેલે મહારાષ્ટ્રથી બંને લોકોની ધરપકડ કરી હતી. આ ટોળકીએ સુરતમાં પણ યુવકને શિકાર બનાવ્યો હતો.

ઠગાઈ કરવા માટે લોકો અવનવી તરકીબ અજમાવતા હોય છે અને પોતાની જાળમાં લોકોને ફસાવી રૂપિયા પડાવી લેતા હોય છે. ત્યારે આવી જ રીતે ઠગાઈ કરતા એક મહિલા અને એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. બનાવની વિગતે વાત કરીએ તો સુરતમાં રહેતા અજય ભીખુભાઈ રાઠોડ મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 2020ના નવેમ્બર મહિનામાં તેઓએ ન્યૂઝ પેપરમાં એક જાહેરાત જોઈ હતી. જેમાં કોમલ બ્યૂટી પાર્લરના નામે જાહેરાત આપવામાં આવી હતી. આ જાહેરાતમાં યુવતીઓ સાથે મિત્રતા કરાવવા, ચેટીંગ કરવા તથા રૂબરૂ મુલાકાત કરવાથી રોજના 20 હજારથી 30 હજાર રૂપિયા મળશે એવું કહેવામાં આવ્યું હતું.

કમાણીની લાલચમાં અજયે જાહેરાતમાં આપેલા નબર પર સંપર્ક કર્યો હતો. અજયે સંપર્ક કરતા એન.આર.આઈ. છોકરીઓને ખુશ રાખવાથી 25 થી 30 હજાર રૂપિયા મળશે તેવી લોભામણી વાતો કરવામાં આવી હતી અને બાદમાં ગેટ પાસ, ગેસ્ટ હાઉસ બુકીંગ ચાર્જના નામે તેઓની પાસેથી કુલ 70 હજાર રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. જેથી આ મામલે અજયે સુરત સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં તપાસ કરી રહેલી સાયબર ક્રાઈમ સેલે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના એમ.બી.સ્ટેટ પાસેથી ઈન્ટિરીયર કોન્ટ્રકટર રામ આશિષ સીયારામ પાસવાન અને સુષ્મા રમેશ ચલુવૈયા શેટ્ટીની ધરપકડ કરી હતી.

પોલીસે આરોપી રામ આશિષ પાસવાન દ્વારા અલગ અલગ બેંકોના કુલ 11 બેક એકાઉન્ટ ગુનામાં ઉપયોગ કર્યા હોવાનું બહાર આવ્યું હતું. તેમજ સ્ટેટમેન્ટ ચેક કરતા તેમાં 1.67 કરોડનું ટ્રાન્ઝેક્શન થયેલ હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપી રામઆશિષ પાસવાન વર્ષ 2009થી આ પ્રકારના ગુના આચરતો હતો અને તેના દ્વારા સુરત, વડોદરા, અમદાવાદ, મુંબઈ, બેંગ્લોર, ચેન્નાઈ, હૈદરાબાદ તથા દિલ્હીમાં પ્રતિષ્ઠિત ન્યૂઝ પેપરમાં જાહેરાતો આપી લોકોને લોભામણી વાતો કરી રૂપિયા પડાવી લેતો હતો.

પોલીસે આરોપીઓ પાસેથી 6 મોબાઈલ, અલગ અલગ બેકની 9 ચેક બુક અને 5 એટીએમ કાર્ડ કબજે કર્યા હતા. આ સમગ્ર બનાવ અંગે પોલીસે જણાવ્યું હતું કે, આરોપી અલગ અલગ ન્યૂઝ પેપરમાં આઈ.એસ.ઓ. રજિસ્ટર કોમલ બ્યૂટી પાર્લર મેલ, ફીમેલ, કોલેજ ગર્લ, હાઉસ વાઈફ, મોડેલ્સ, એન્જોય આવક રોજના 20 થી 30 હજાર ગેરેન્ટેડ તમારા શહેરોમાં જેવી જાહેરાતો આપતા હતા અને ત્યારબાદ યુવતીઓ સાથે મિત્રતા કરાવવા, ચેટીંગ કરવા થતા રૂબરૂ મુલાકાત કરવા 20 થી 30 હજાર મળશે તેવી વાતો કરી ફ્રેન્ડશીપ ક્લબમાં જોડાવવાના બહાને અલગ અલગ ચાર્જના નામે રૂપિયા પડાવી ઠગાઈ આચરી લેતા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments