Homeદે ઘુમા કેભીંત ફાડીને પીપળો ઉગ્યો: એક સમયે મેકડોનલ્ડ્સમાં હતી આજે ઓલિમ્પિકમાં

ભીંત ફાડીને પીપળો ઉગ્યો: એક સમયે મેકડોનલ્ડ્સમાં હતી આજે ઓલિમ્પિકમાં

Team Chabuk-Sports Desk: દર ઓલિમ્પિકમાં ખેલાડીઓનાં સંઘર્ષની કથાઓ સામે આવતી હોય છે. એવી જ સંઘર્ષની આ સત્ય ઘટના છે. અમેરિકાની લાંબી કૂદની મહિલા ખેલાડીએ મેકડોનલ્ડ્સમાં નોકરીથી લઈને ટોક્યો ઓલિમ્પિક સુધીની લાંબી અને સંઘર્ષમય સફર ખેડી છે. બર્ક્સ દસ વર્ષ પહેલા સુધી મેકડોનલ્ડ્સ રેસ્ટોરન્ટમાં કામ કરતી હતી. જોકે આજે તે ઓલિમ્પિકમાં મેડલની દાવેદાર બની ચૂકી છે.

બર્ક્સની વય 16 વર્ષની હતી જ્યારે તે પોતાના કુટુંબને ટેકો આપવા માટે મેકડોનલ્ડ્સની નોકરીમાં લાગી ગઈ હતી. બર્ક્સ આ નોકરી એટલા માટે કરતી હતી કે ઘરમાં નાની બહેનોની જવાબદારી પણ પોતાના ખભા પર હતી. જોકે બર્ક્સને એ વાતની જાણકારી પણ હતી કે મેકડોનલ્ડ્સ રેસ્ટોરન્ટમાં કામ કરવું એ કોઈ ગંભીર કારકિર્દી નથી. જે આજીવન કરી શકાય.

સમય જતા બર્ક્સના માતા પિતા અલગ થઈ ગયા. તેની માતાએ બીજા લગ્ન કર્યા. પારિવારિક જીવનમાં આવી રહેલ ભરતી અને ઓટની વચ્ચે બર્ક્સ ટકવાનો પ્રયાસ કરતી હતી અને ઘરની જવાબદારી ઉઠાવતી હતી. પોતાની નાની બહેનોને શાળામાં મૂકવા જતી હતી અને ઘરના નાના મોટા કામ પણ પતાવતી હતી. આટલી વ્યસ્તતા વચ્ચે તેને બાસ્કેટબોલમાં રસ હતો.

મિડલ સ્કૂલ દરમિયાન તેણે દોડવાનું શરૂ કર્યું. જેથી તે પોતાની બાસ્કેટબોલની રમતમાં સુધારો લાવી શકે. જોકે બાસ્કેટબોલની નેશનલ મેચ રમ્યા પછી તેના કોચે તેને કહ્યું હતું કે, તે બાસ્કેટબોલમાં ખૂબ ફાસ્ટ છે. તેણે રનીંગમાં કારકિર્દી બનાવવી જોઈએ.

બર્ક્સે પહેલા તો આ વાતને એટલી ગંભીરતાથી નહોતી લીધી. જોકે જ્યારે તેણે આ રમતનું નિરીક્ષણ કર્યું અને ધીમે ધીમે તેમાં પાવરઘી થતી ગઈ તેમ તેમ તેને એ રમત ગમવા લાગી. તેની ઉસ્તુકતા એથ્લેટિકમાં વધી ગઈ. ખાસ તો લોંગ જમ્પમાં. બર્ક્સને આ રમત વિશે એક સમયે કંઈ ખબર નહોતી, પણ આ રમતના કારણે જ બર્ક્સને ઓલિમ્પિકમાં એન્ટ્રી મળી ગઈ.

બર્ક્સને લોંગ જમ્પમાં રેતી ઉપર કૂદવું અજીબોગરીબ લાગતું હતું. તેને લાગતું હતું કે કારણ વગરની તે પોતાના કપડાંને ખરાબ કરી રહી છે. તેણે હાઈસ્કૂલમાં તેર ફૂટ લાંબો કૂદકો માર્યો અને તે એવરેજથી માત્ર ત્રણ ઈંચ દૂર રહી ગઈ હતી. થોડા મહિના બાદ તેણે વીસ ફૂટનો કૂદકો માર્યો.

2019માં યૂએસ આઉટડોર ટ્રેક એન્ડ ફીલ્ડ ચેમ્પિયનશિપ પહેલા તેણે પોતાના દાદાને ગુમાવી દીધા. તે પોતાના દાદાની ખૂબ નજીક હતી, દાદાના મૃત્યુએ તેને ભાંગી નાખી અને તે ચેમ્પિયનશિપમાં ભાગ નહોતી લેવાની. જોકે તેના પરિવારે તેને માનસિક રૂપથી તૈયાર કરી અને આજે ટોક્યો ઓલિમ્પિકમાં તે શાનદાર પ્રદર્શન કરી રહી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments