Homeગુર્જર નગરીરાજકોટઃ લગ્ન પ્રસંગમાં વરરાજાને મિત્રોએ દારૂ પીવડાવ્યો, વીડિયો વાઈરલ થતાં બે શખ્સોની...

રાજકોટઃ લગ્ન પ્રસંગમાં વરરાજાને મિત્રોએ દારૂ પીવડાવ્યો, વીડિયો વાઈરલ થતાં બે શખ્સોની અટકાયત

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે અને પિવાઈ રહ્યો છે. નશાખોરોને પોલીસ કે કાયદાનો જરા પણ ડર નથી તે વાતની સાબિતી આપતો કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે. હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થયો છે જેમાં લગ્ન પ્રસંગમાં સ્ટેજ પર વરરાજાના જાહેરમાં તેના મિત્રો દારૂ પીવડાવી રહ્યા છે. આ વરરાજાને જાહેરમાં દારૂ પીવડાવતો વીડિયો વાઈરલ થતાં જ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને આ મામલે વરરાજા અને તેના મિત્રની અટકાયત પણ કરી છે.

વાઈરલ થયેલા આ વીડિયોમાં એક યુવકના લગ્નપ્રસંગમાં તેનો મીત્રો તેને ખુલ્લેઆમ દારૂની બોટલ મોઢામાં નાખી દારૂ પીવડાવી રહ્યા છે ! આ વીડિયો રાજકોટના ભીસ્તીવાડ વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું છે ત્યારે તેના વાયરલ થયા બાદ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે વરરાજાને ફરતે ચાર જેટલા મિત્રો ડાન્સ કરી રહ્યા છે. બરાબર આ જ સમયે એક યુવક દારૂની બોટલ લઈને વરરાજાની બાજુમાં આવી પહોંચે છે અને તેને દારૂ પીવડાવવાનો પ્રયત્ન કરે છે. વરરાજાએ પણ મિત્રતા ખાતર એકાદ ઘૂંટ લગાવી લીધા બાદ તેને દારૂ પીવડાવી રહેલો યુવક બોટલ પાછળ રાખી દે છે. ત્યારપછી બધા મિત્રો નાચવાનું શરૂ કરી દેતાં હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યું છે.

આ અંગે તપાસ કરવામાં આવતાં વીડિયો ગતરાત્રે ભીસ્તીવાડમાં યોજાયેલા એક લગ્નનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને બે દિવસ પહેલા એટલે કે 14 મેના રોજના લગ્નપ્રસંગનો આ વીડિયો હોવાનું કહેવાઈ રહ્યું છે. ત્યારે વીડિયો સામે આવતાંની સાથે જ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી ઈન્સ્ટાગ્રામ ઉપર વીડિયો અપલોડ કરનાર યુવકની શોધખોળ શરૂ કરી દીધી હતી. જેમાં પ્રધ્યુમન પોલીસે ચિરાગ ઢાંકેચા અને કપિલ વાણિયા નામના શખ્સની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.  

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments