Homeગુર્જર નગરીભાવનગરમાં છાશ પીવાથી 500થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ

ભાવનગરમાં છાશ પીવાથી 500થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ

Team Chabuk-Gujarat Desk: ભાવનગર જિલ્લાના સિહોરમાં 500થી વધુ લોકોને એક સાથે ફૂડ પોઈઝનિંગની અસર થવાનો મામલો સામે આવ્યો છે. ભાવનગરના જાણીતા મુનિ પેંડાવાળાની છાશ પીવાથી એક સાથે 500થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થતાં તબિયત બગડી હતી. એક સાથે આટલી મોટી સંખ્યામાં લોકોને ફૂડ પોઈઝનિંગ થતાં રવિવારથી સોમવાર દરમિયાન સિહોરની તમામ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ ગઈ હતી. જેને લીધે આરોગ્ય તંત્ર પણ દોડતુ થયુ હતું. 

ગઈકાલે સિહોરમાં ત્રણ અલગ અલગ પ્રસંગો હતા. લીલીપીર સહિતના વિસ્તારમાં લગ્નપ્રસંગમાં જમણવાર બાદ છાશ રાખવામાં આવી હતી. જેને પીધા બાદ લોકોની તબિયત લથડી હતી. પ્રસંગ બાદ લોકોને ઝાડા ઉલટી થવા લાગ્યા હતા. જેથી સારવાર માટે તમામને સિહોરના દવાખાનામાં લઈ જવાયા હતા. હોસ્પિટલમાં લોકોની ભીડ જામતા પોલીસ દોડી આવી હતી. રાત સુધીમાં તો સિહોરની તમામ હોસ્પિટલો ભરાઈ ગઈ હતી. આ કારણે પોલીસ તથા આરોગ્ય વિભાગ બંને દોડતા થયા હતા. ફૂડ પોઇઝનિંગની અસર નાના બાળકોમાં વધારે જોવા મળી હતી. 

એક તરફ, ફૂડ પોઈઝનિંગ થતા આરોગ્ય કેન્દ્રમાં લોકોની ભીડ જામી હતી. પરંતુ બીજી તરફ, આરોગ્ય કેન્દ્રમાં કોઈ કર્મચારી જ ન હતા. આરોગ્ય કર્મચારીની લાંબા સમયથી જગ્યા ખાલી પડી છે. જેથી લોકોને સારવાર લેવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ મુનિ પેંડાવાળાની છાશ વિવાદમાં આવી છે. આ પહેલા મુનિ પેંડાવાળાની છાશ પીવાથી 50 થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયાની ઘટના બની હતી. ત્યારે સવાલ એ છે કે શું તંત્ર દ્વારા આ મામલે કોઈ પગલા લેવાશે. 

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments