Team Chabuk-Sports Desk: સૌરવ ગાંગુલી અને સચિન તેંડુલકરની જોડી ભારતની જ નહીં પણ વિશ્વ ક્રિકેટની શ્રેષ્ઠ જોડીઓમાંથી એક છે. હવે બીસીસીઆઈ પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે ટૂંક સમયમાં સચિન ભારતીય ક્રિકેટમાં એક મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળી શકે છે. તેમને વિશ્વાસ છે કે સચિન ખૂદ પણ ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાવાનો કોઈને કોઈ રસ્તો શોધી લેશે.
સૌરવ ગાંગુલીનું માનવું છે કે સચિન જેવા ખેલાડીઓની ભારતીય ક્રિકેટને ખાસ્સી જરૂર છે. જોકે સચિનને આ વાત માટે મનાવવું ખૂબ મુશ્કેલ છે. એ એવી વ્યક્તિ છે જે કોચિંગ અને એડમિનિસ્ટ્રેશન જેવી વસ્તુઓ પર વિશ્વાસ નથી રાખતા. સૌરવ ગાંગુલી પણ આ વાતથી પૂર્ણરૂપે પરિચિત છે. હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે, સચિન નિશ્ચિતરૂપથી થોડી અલગ પ્રકૃતિના માણસ છે. એ આ સૌમાં પડવા નથી માગતા. પણ મને પૂરતો વિશ્વાસ છે કે જો સચિન કોઈ પણ રીતે ભારતીય ટીમ સાથે જોડાઈ શકે તો તેનાથી સારા સમાચાર આપણા માટે હોઈ જ ન શકે.
સચિન તેંડુલકરને લઈ લાંબા સમયથી એવી ચર્ચા ચાલી રહી છે કે ભારતીય ક્રિકેટમાં રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ અને સૌરવ ગાંગુલી જ્યારે પોતાનું મહત્વનું યોગદાન આપી રહ્યા છે ત્યારે સચિન આ બધામાંથી કેવી રીતે બાકાત છે. શા માટે સચિનને કોઈ મોટી જવાબદારી સોંપવામાં નથી આવી રહી.
[2]
સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ બોરિયા મજમૂદાર સાથેની વાતચીતમાં પૂર્વ ક્રિકેટર અને બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કોહલી સાથેના વિવાદને લઈને પણ વાત કરી હતી. સૌરવે કહ્યું કે, ભારતીય ક્રિકેટ ટીમ વર્તમાન સમયે અસ્થિરતામાં ફેલાયેલી છે. એ જે પણ નિર્ણય લે છે એ વિવાદમાં પરિવર્તિત થઈ જાય છે. તેમણે મજાક કરતા કહ્યું કે ક્યાંક સચિનને ભારતીય ક્રિકેટમાં લાવતા વિવાદ ઊભો ન થઈ જાય.
સૌરવ ગાંગુલીએ કહ્યું કે, ‘નિશ્ચિતરૂપથી આ સમસ્યાનું કોઈ નિરાકરણ શોધવું પડશે, કારણ કે આજકાલ આસપાસ કેટલાય વિવાદ ચાલી રહ્યા છે. સાચું કે ખોટું કંઈ પણ કરો તેની સાથે વિવાદ શબ્દ જોડાઈ જાય છે. જેમાંથી કેટલાક તો બિલકુલ પાયાવિહોણા છે. એટલે જ જો તમારે કોઈ શ્રેષ્ઠ ટેલેન્ટને રમતની સાથે જોડવી છે તો તેના માટે તમારે સારો રસ્તો શોધવો પડશે અને ક્યારેક ને ક્યારેક સચિન પણ ભારતીય ક્રિકેટમાં સમાવેશ થવાનો રસ્તો શોધી જ લેશે.’
ગાંગુલીના નેતૃત્વ હેઠળ રમેલા રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણ હાલ ભારતીય ક્રિકેટ ટીમના મહત્વના પદો પર છે. હવે સૌરવ ગાંગુલીએ અટકળો વહેતી કરતા સચિન પણ આ લિસ્ટમાં સમાવિષ્ટ થઈ શકે છે. જોકે એ જોવાનું રહેશે કે સચિન ભારતીય ક્રિકેટમાં કઈ ભૂમિકા ભજવે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
