Team Chabuk-Sports Desk: એડિલેડમાં રમાય રહેલી એશિઝની બીજી ડેનાઈટ ટેસ્ટ પર ઓસ્ટ્રેલિયાએ પકડ મજબૂત બનાવી લીધી છે. બીજા દિવસની રમતની સમાપ્તિ પર ઈંગ્લેન્ડે પોતાની પ્રથમ ઈનિંગમાં બે વિકેટ ગુમાવી 17 રન બનાવી લીધા હતા. કેપ્ટન જો રુટ અને ડેવિડ મલાન એક રન બનાવી ક્રિઝ પર છે. ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગના આધાર પર ઈંગ્લેન્ડની ટીમ 456 રન પાછળ છે. બીજા દિવસની રમત વરસાદ અને વીજળીની આફતના કારણે સમય મર્યાદા કરતા વહેલી પૂર્ણ કરી દેવામાં આવી.
ઈંગ્લેન્ડની ઈનિંગની નવમી ઓવરમાં સ્ટેડિયમની બહાર કડાકા ભડાકા સાથે વીજળી ત્રાટકી હતી. ખેલાડીઓ બડભાગી રહ્યા કે વીજળી સ્ટેડિયમની અંદર ન પડી. જ્યારે વીજળી પડી ત્યારે માઈકલ નેસર ઈંગ્લેન્ડના બેટ્સમેન ડેવિડ મલાનને બોલ ફેંકી રહ્યો હતો. વીજળી પડ્યા બાદ મેદાન પર હાજર અમ્પાયરે તમામ ખેલાડીઓને મેદાનની બહાર જવા આદેશ આપ્યો હતો. વીજળીની સમસ્યાને ધ્યાનમાં રાખતા મેચને અટકાવી દેવામાં આવી હતી.
How good is stump can @FoxCricket pic.twitter.com/ULk3KdvZI8
— David Warner (@davidwarner31) December 17, 2021
પ્રથમ દિવસે ડેવિડ વોર્નરે શાનદાર 95 રનની ઈનિંગ રમી હતી. બીજા દિવસની રમતમાં પણ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ રન બનાવવાની પ્રક્રિયા શરૂ રાખતા ઈંગ્લેન્ડના બોલરોને બરાબરના ભીંસમાં લીધા હતા. માર્નસ લાબુશેને 103 રન ફટકારતા કરિયરની છઠ્ઠી સેન્ચુરી પૂર્ણ કરી હતી. બીજી બાજુ પેટ કમિન્સ કોરોનાગ્રસ્ત થતાં કાર્યવાહક સુકાની સ્ટીવ સ્મિથ પણ જબરદસ્ત લયમાં જોવા મળ્યો હતો.
સ્ટીવ સ્મિથે 201 બોલમાં 12 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી સાતત્યપૂર્ણ રીતે 93 રન ફટકાર્યાં હતાં. જોકે તે સેન્ચુરી પૂર્ણ કરે તે પહેલા જ અનુભવી બોલર જીમ્મી એન્ડરસનની બોલ પર એલબીડબલ્યૂ થયો હતો. આ રીતે એક જ મેચમાં ઓસ્ટ્રેલિયાના બે ખેલાડીઓ નર્વસ નાઈન્ટિનનો શિકાર બન્યા હતા. એલેક્સ કેરી 51, જ્યારે મિચેલ સ્ટાર્ક અને માઈકલ નેસરે ક્રમશ: 39 અને 35 રનનું યોગદાન આપ્યું હતું. તમામ ખેલાડીઓના પ્રદર્શનના આધારે ટીમે 473 રનનો પહાડ સર કરવા ઈંગ્લેન્ડને આપ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
