Homeગુર્જર નગરીવિદેશ મોકલવાની લાલચ આપી ત્રણ મહિના સુધી ગોંધી રાખ્યા, બંદૂકની અણીએ બોલાવ્યું...

વિદેશ મોકલવાની લાલચ આપી ત્રણ મહિના સુધી ગોંધી રાખ્યા, બંદૂકની અણીએ બોલાવ્યું કે, અમે કેનેડા પહોંચી ગયા, પૈસા ન આપ્યા હોત તો બાંગ્લાદેશ વેચી દેત

Team Chabuk-Gujarat Desk: વિદેશ મોકલવાની લાલચ આપી કરોડો રૂપિયા પડાવતી ગેંગનો પર્દાફાશ થયો છે. ગાંધીનગર પોલીસે આ ગેંગના સકંજામાંથી દિલ્લી અને કોલકત્તામાંથી દોઢ વર્ષની બાળકી સહિત કુલ 15 લોકોને છોડાવ્યા છે અને એક આરોપીની અટકાયત કરી છે.

આરોપ છે કે, આરોપીઓએ 3 મહિનાથી દિલ્લી અને કોલત્તામાં 15 લોકોને બંધક બનાવ્યા હતા. છેલ્લા 2 મહિનાથી નિર્દોષ લોકોને બંધક બનાવી તેમની પર અમાનુષી અત્યાચાર કર્યો હતો. અમદાવાદના એજન્ટ રાજેશ પટેલ સહિત 4 આરોપીએ નિર્દોશ લોકોને ગોંધી રાખી કુલ 3 કરોડ 5 લાખ 74 હજાર રૂપિયા પડાવ્યાનો આરોપ છે.

છેતરપિંડી કેસમાં રાજેશ પટેલ ઉપરાંત સુશીલ રોય, સંતોષ રોય અને કમલ સિંઘાનિયા નામના શખ્સોની પણ સંડોવણી સામે આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, એજન્ટ રાજેશ પટેલ લોકોને કોલકત્તા અને દિલ્લી મોકલતો હતો. જ્યાં સુશીલ રોય, સંતોષ રોય અને કમલ સિંધનિયા નામના આરોપી લોકોને બંધક બનાવતા અને અમાનુષી અત્યાચાર ગુજારતા.

બંધક બનાવાયેલા લોકો પાસેથી કેનેડા પહોંચી ગયા હોવાનું ખોટું નિવેદન લેવડાવાયું હતું. નિવેદન લેવડાવી ભોગ બનનારાના પરિવાર પાસેથી પણ કુલ 2 કરોડ 31 લાખ રૂપિયાની ખંડણી વસૂલી હોવાનો દાવો છે. હાલ પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે અને અન્ય ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.

આ સમગ્ર મુદ્દે પોલીસે કહ્યું કે, મુખ્યમંત્રીની સૂચનાથી આ કેસમાં તાાત્કાલિક તપાસ કરાઈ હતી. પ્રથમ માણસાના એક દંપતીની વિગતો મળી હતી કે, તેઓ વિદેશ જવા માટે નિકળ્યા છે જો કે, ત્રણ મહિનાથી તેમનો કોઈ સંપર્ક થયો નથી. આ વિગતોના આધારે પોલીસે તેમનું લોકેશન મેળવ્યું અને તાત્કાલિક એક ટીમ દિલ્હી અને બીજી ટીમ કલકત્તા મોકલી. જ્યાં આ કેસમાં વધુ વિગતો મળી અને ચોંકાવનારા ખુલાસા થતા ગયા. ત્યારબાદ દિલ્હી પોલીસને સાથે રાખી તમામ બંધકોને છોડાવી લેવાયા.
પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, આરોપીઓ બંધક બનાવેલા લોકોના પરિવાર પાસેથી ખંડણી માગતા હતા. જો પરિવારે રૂપિયા ન આપ્યા હોત તો તેઓનો પ્લાન બાળકી સહિત અન્ય લોકોને બાંગ્લાદેશમાં વેચી દેવાનો પ્લાન હતો.

કોની પાસેથી કેટલા રૂપિયા વસૂલ્યા ?

મહેસાણાના વસઈ ડાભાલાના મિતેષ પટેલ પાસેથી 1.60 કરોડ રૂપિયા
વિજાપુરના મોતીપુરાના મિત પટેલ પાસેથી 49 લાખ રૂપિયા
અમદાવાદના ન્યૂ રાણીપના આકાશ પટેલ પાસેથી 5.35 લાખ રૂપિયા
અમદાવાદના ન્યૂ રાણીપના રાકેશ પટેલ પાસેથી 5.30 લાખ રૂપિયા
મહેસાણાના ઘુમાસણના હિરલ પટેલ પાસેથી 2.50 લાખ રૂપિયા
મહેસાણાના રશ્મીકા પટેલ પાસેથી 2.50 લાખ રૂપિયા
માણસાના ખરણાના તેજસ પટેલ પાસેથી 81.09 લાખ રૂપિયા

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments