Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના ખેડૂતે જમીન તૈયાર કરી લીધી, પાક વાવ્યો, બિયારણ નાખ્યું અને હવે મળનારા ફળની પ્રતીક્ષા કરી રહ્યા ત્યાં ધબડકો થઈ ગયો. વાત જાણે એવી છે કે ભેંસાણના ખેડૂતે આક્ષેપ કર્યો છે કે તેઓને નકલી બિયારણ પધરાવી દેવામાં આવ્યું છે.
ખેડૂતનું નામ છે મગનભાઈ ભેંસાણીયા. એમણે પોતાની 6 વીઘા જમીનમાં ચાલીસ હજારની દવા, બિયારણ અને ખાતરનો ખર્ચ કરી વાવેતર કર્યું હતું. બિયારણ તેમણે જે તે સમયે 2500 રૂપિયા પ્રતિકિલોના ભાવે ખરીદ્યુ હતું. જ્યારે પાક તૈયાર થયો ત્યારે ખબર પડી કે આ તો નકલી બિયારણ છે.
ખેડૂતનું કહેવું છે કે, ડુંગળી કંઈક અલગ જ જાતની હોય તેમ 100થી 150 રૂપિયા જ મળી રહ્યા છે. ખેડૂતનું કહેવું છે કે વેપારીએ જો ઓરિજનલ બિયારણ આપ્યું હોત તો 600 રૂપિયા ભાવ મળેત. જે તે બિયારણ કંપની દ્વારા સર્વે પણ કરવામાં આવ્યો છે. આમ છતાં વળતર ચૂકવવામાં આવ્યું નથી. આગામી દિવસોમાં આ ખેડૂત છેતરપિંડીનો કેસ કરવાની તૈયારી કરી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
