Team Chabuk-Gujarat Desk: ગાંધીનગરમાં વર્ગ-1નો અધિકારી રૂપિયા 15 લાખની લાંચ લેતાં રંગેહાથ ઝડપાઈ ગયો છે. પેટ્રોલ પંપ માટે જમીન NA કરવા માટે ગાંધીનગરમાં ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવતા એન.એન. મહેતાએ રૂપિયા 15 લાખની લાંચ માંગી હતી. આ લાંચની રકમ લેતા એન.એન. મહેતા ઝડપાયા છે. એસીબીએ ટાઉન પ્લાનર તેમજ અન્ય એક આસિસ્ટન્ટને લાંચ લેતાં ઝડપી લીધા છે. હાલ એસીબીએ ગાંધીનગરના સેક્ટર-10માં સેન્ટ જેવિયર્સની સામે આવેલી મુખ્ય નગર નિયોજકની કચેરીના વર્ગ-1ના અધિકારી ટાઉન પ્લાનર નયન નટવરલાલ મહેતા કે જેની પાસે બહુમાળી ભવન, સેક્ટર-11માં આવેલી નગર રચના અધિકારીની કચેરી, ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ એકમના ટાઉન પ્લાનિંગ ઓફિસર વર્ગ-1નો ચાર્જ છે. તે આરોપી અને નગર રચના અધિકારીની કચેરી, ગુડા એકમમાં પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ-3 સંજયકુમાર ખુમાનસિંહ હઠીલાની અટકાયત કરી છે.

ફરિયાદીના પત્નીના નામે શેરથા ગામે કલેક્ટર દ્વારા બે પ્લોટ સોંપવામાં આવ્યા હતા. આ બન્ને પ્લોટના ફાઈનલ માપ માટે ફરિયાદીએ ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ (ગુડા)માં અરજી કરી હતી. જે બન્ને પ્લોટના માપ કાઢવા તથા અભિપ્રાય માટે ગુડામાંથી અરજી નગર રચના અધિકારીની કચેરી, ગાંધીનગર ખાતે મોકલવામાં આવી હતી. જે અરજી અનુસંધાને બન્ને પ્લોટનું માપ કાઢવાની અને તેનો અભિપ્રાય આપવાની સત્તા આરોપી ટાઉન પ્લાનર અધિકારી નયન મહેતાને હોય આ બન્ને પ્લોટનું માપ કાઢવા તથા અભિપ્રાય આપવા માટે રૂપિયા 15 લાખની માંગણી કરી હતી.

આ અંગેની વાતચીતનું ફરિયાદીએ રેકોર્ડિંગ કરી લીધું હતું. ફરિયાદી લાંચના રૂપિયા આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની ફરિયાદના આધારે એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. ટાઉન પ્લાનરના કહેવાથી આરોપી પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ-3 સંજયકુમાર હઠીલાને ફરિયાદીએ એક લાખ રૂપિયા આપ્યા હતા અને બાકીના 14 લાખ રૂપિયા આરોપી ટાઉન પ્લાનરે સ્વીકારી બન્ને આરોપીએ હેતુલક્ષી વાતચીત કરીને લાંચની માંગણી કરી હતી અને રકમ સ્વીકરતાં ઝડપાઈ ગયા હતા. હાલ એસીબીએ બન્નેને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
