Homeગામનાં ચોરે10 એપ્રિલથી 18થી વધુ ઉંમરના લોકો કોરોના વેક્સિનનો બુસ્ટર ડોઝ લઈ શકશે

10 એપ્રિલથી 18થી વધુ ઉંમરના લોકો કોરોના વેક્સિનનો બુસ્ટર ડોઝ લઈ શકશે

Team Chabuk-National Desk: 10 એપ્રિલ ને આવતા રવિવારથી દેશભરમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોના વેક્સિનનો બુસ્ટર ડોઝ આપવાનો પ્રારંભ થશે. કેન્દ્ર સરકારે 18થી વધુ ઉંમરના લોકોને કોરોના વેક્સિનનો બુસ્ટર ડોઝ આપવાનો મહત્વનો નિર્ણય લીધો છે. જો કે આ બુસ્ટર ડોઝ ખાનગી સેન્ટરો પરથી જ લઈ શકાશે જ્યારે સરકારી સેન્ટરો પર હાલ પ્રથમ અને બીજો ડોઝ જ ફ્રીમાં આપવામાં આવશે.

આ અંગે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને જાણકારી આપી છે કે, કોરોના સામેની લડાઈ હવે વધુ મજબૂત થશે. 10 એપ્રિલથી 18 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને પ્રાઈવેટ સેન્ટર પરથી પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. જે નાગરિકોને વેક્સિન લીધાના 9 મહિનાનો સમય વિતી ગયો હોય તે બુસ્ટર ડોઝ લઈ શકશે.

અત્યાર સુધી દેશમાં 15+ ઉંમરના લગભગ 96% લોકોએ ઓછામાં ઓછો એક વેક્સિનનો ડોઝ લઈ લીધો છે. જ્યારે 15+ એજ ગ્રુપમાંથી 83 ટકા લોકોએ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે. હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60+ એજ ગ્રુપને 2.4 કરોડથી વધુ લોકોએ બુસ્ટર ડોઝ લઈ લીધો છે. 12થી 14 વર્ષની ઉંમરના 45% લોકોએ પણ પહેલો ડોઝ લઈ લીધો છે.

shreeji dhosa

નોંધનીય છે કે, દેશમાં 6 માર્ચથી 12-14 વર્ષના બાળકોનું વેક્સિનેશન ચાલી રહ્યું છે. 12-14 વર્ષના બાળકોને corbevax વેક્સિન આપવામાં આવી રહી છે. આ વેક્સિન બાયોલોજિકલ ઈ લિમિટેડ કંપની બનાવે છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments