Homeગુર્જર નગરીરાજકોટ: સિટી બસે રિક્ષાને ટક્કર મારી, રિક્ષામાં બેસેલી સગર્ભા ઈજાગ્રસ્ત

રાજકોટ: સિટી બસે રિક્ષાને ટક્કર મારી, રિક્ષામાં બેસેલી સગર્ભા ઈજાગ્રસ્ત

Team Chabuk-Gujarat Desk: રાજકોટમાં સિટી બસ ફરી વિવાદમાં આવી છે. સિટી બસે ત્રિકોણબાગ પાસે રિક્ષાને ટક્કર મારી હતી જેમાં રિક્ષામાં બેઠેલી સગર્ભાને ઇજાગ્રસ્ત થઈ હતી. દુર્ઘટના બાદ રિક્ષાચાલક અને બસ ચાલક વચ્ચે ઝઘડો થયો હતો જેમાં રિક્ષાચાલકે બસચાલકને પ્લાસ્ટિકની પાઇપ ફટકારી હતી. બીજી તરફ ઘટનાના પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. આ સમયે એક સ્થાનિકે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મહિલાના ગર્ભમાં રહેલું બાળક મરી જાત તો જવાબદારી કોણ લેત?

બીજી તરફ અકસ્માતના પગલે સગર્ભા ફંગોળાઈ ગઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે. પરંતુ અકસ્માત સર્જાતા સગર્ભા તેમજ અકસ્માત નજરે જોનારા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

અકસ્માતના પગલે રિક્ષામાં નુકસાન પહોંચ્યું હતું. રિક્ષાનો આગળનો કાચ ફૂટી ગયો હતો અને સાઈડના ભાગમાં નુકસાન પહોંચ્યું હતું. દુર્ઘટના અંગે પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, સગર્ભાને ઇજા પહોંચતા જ તે રોડ પર બેસી ગઈ હતી.  સગર્ભાને બંને પગે ઇજા પહોંચી હતી.

આ સમગ્ર આ અંગે હાલ કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રિક્ષાચાલક અને બસચાલક વચ્ચે સમાધાન થઇ જતા બંને તરફથી કોઇ ફરિયાદ મળી નથી. પોલીસ ફરિયાદ થશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે.સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે, મનપાની સિટીબસના ડ્રાઈવરો જેમ ફાવે તેમ બસો ચલાવે છે. થોડા દિવસ પહેલા માલવિયા ચોકમાં એક વૃદ્ધને માર્યા હતા.

ઉલ્લેખનીય  છે કે, વૃદ્ધને માર માર્યની ઘટના બાદ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરાએ બસની સ્પીડ લિમિટ  નક્કી કરવાની વાત કરી હતી. જો કે, હજુ સુધી બસની સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવી નથી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments