Homeગામનાં ચોરેસગીરાનું બે વર્ષથી યૌન ઉત્પીડન, સાંકળથી બાંધતો બાબા, 15 વર્ષીય અનાથ પીડિતાએ...

સગીરાનું બે વર્ષથી યૌન ઉત્પીડન, સાંકળથી બાંધતો બાબા, 15 વર્ષીય અનાથ પીડિતાએ કર્યા ચોંકાવનારા ખુલાસા

Team Chabuk-National Desk: આંધ્ર પ્રદેશ પોલીસે યૌન ઉત્પીડનના આરોપમાં વિશાખાપટનમ આશ્રમના પ્રશાસકની ધરપકડ કરી છે. પ્રશાસક પર આરોપ છે કે તેમણે પોતાના આશ્રમમાં એક સગીરાનું બે વર્ષથી વધારે સમય સુધી યૌન ઉત્પીડન કર્યું. 15 વર્ષીય અનાથ પીડિતાની ફરિયાદ બાદ 63 વર્ષીય સ્વામી પૂર્ણાનંદા સરસ્વતી ઉર્ફ સ્વામી પ્રેમાનંદની ધરપકડ કરવામાં આવી. આરોપ છે કે તેમણે પીડિતાને બે વર્ષથી વધારે સ્વામી જ્ઞાનાનંદ આશ્રમ વેંકોજીપલેમાં બંધક બનાવીને તેનું યૌન ઉત્પીડન કર્યું.

જણાવી દઈએ કે રાજમહેન્દ્રવરમમાં રહેતી યુવતીએ નાની ઉંમરમાં જ પોતાના માતા-પિતાને ગુમાવી દીધા હતા. તેમના સગા સંબંધીએઓ તેને ગરીબ બાળકો માટે બનેલા આશ્રમમાં મોકલી હતી. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે સ્વામી દરરોજ રાત્રે તેને પોતાના બેડરૂમમાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ કરતા હતા.

ફક્ત બે ચમચી ભોજન આપવામાં આવતું

છેલ્લા એક વર્ષથી પીડિતા બેડરૂમમાં સાકળે બંધાયેલી હતી. પીડિતાએ પોલીસને જણાવ્યું કે તેને ફક્ત બે ચમચી ભોજન આપવામાં આવતું હતું અને અઠવાડિયામાં ફક્ત 1 વખત નહાવા દેવામાં આવતું હતું.

પીડિતા 13 જૂને ઘરેલુ સહાયિકાઓની મદદથી આશ્રમમાંથી ભાગી નીકળી. પીડિતાએ ટ્રેનમાં બેસીને એક યાત્રી મહિલાને પોતાની આપબીતી સંભળાવી ત્યાર બાદ તેની ફરિયાદ લેખીત રીતે પોલીસને આપવામાં આવી.

doctor plus

સ્વામી પૂણાર્નંદના વિરૂદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ

ફરિયાદ બાદ પીડિતાને બાલ કલ્યાણ સમિતિ લઈ જવામાં આવી જ્યાં તેણે એવું જણાવ્યું કે કેવી રીતે સ્વામીએ આશ્રમમાં તેનું યૌન અને શારીરિક શોષણ કર્યું. ફરિયાદ સાંભળ્યા બાદ સીડબ્લ્યૂસીના સદસ્યોએ સગીરાને દિશા પોલીસ સ્ટેશન મોકલી દીધી જ્યાં સ્વામી પૂણાર્નંદના વિરૂદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

પીડિતાને મેડિકલ તપાસ માટે વિજયવાડા સરકારી હોસ્પિટલ મોકલવામાં આવી છે. બીજી તરફ પોતાના બચાવમાં આરોપી ધર્મગુરૂએ આરોપ લગાવ્યો છે કે અમુક લોકો આશ્રમની જમીન હડપવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને આરોપ આજ ષડયંત્રનો ભાગ છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments