Homeગામનાં ચોરેપાન કાર્ડમાં QR કોડ લાગવાથી તમને થશે આ ફાયદા

પાન કાર્ડમાં QR કોડ લાગવાથી તમને થશે આ ફાયદા

Team Chabuk-National Desk: હાલ ભારતનો ઇન્કમ ટેક્સ વિભાગ નવા પ્રોજેક્ટ PAN 2.0ને તાડામાર તૈયારીઓમાં લાગ્યું છે. આ નવા પ્રોજેક્ટ અંતર્ગત સરકાર એક ઇન્ટીગ્રેટેડ સિસ્ટમ તૈયાર કરવા માંગે છે, જેનાથી PAN તૈયાર થવાથી લઈને અપડેટ થવા સુધીની સર્વિસને એક જ જગ્યાએ સરળતાથી પૂર્ણ કરી શકાશે.

આ નવા પ્રોજેક્ટની જાહેરાત સાથે સરકાર તરફથી એક સવાલ-જવાબોની યાદી પણ તૈયાર કરવામાં આવી છે. જેનાથી દેશની સામાન્ય જનતાના મનમાં પેદા થયેલા સવાલો અને મૂંઝવણને દૂર કરી શકાય.

સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી જાણકારીમાં જણાવાયું છે કે આ નવું પાનકાર્ડ QR કોડ સાથે આવશે. પરંતુ તમારા મનમાં સવાલ ઉભો થશે કે આ QR કોડવાળા પાનકાર્ડથી તેમને કે સરકારને શું મદદ મળશે?

આપને જણાવી દઈએ કે, સરકાર તરફથી જાણકારી આપવામાં આવી છે કે QR કોડ કોઈ નવી સુવિધા નથી. તેને વર્ષ 2017-18થી પાનકાર્ડમાં સામેલ કરવામાં આવ્યો છે. તેને PAN 2.0 પ્રોજેક્ટ અંતર્ગત એન્હાન્સમેન્ટ સાથે જાળવી રાખવામાં આવશે. ડાયનેમિક QR કોડ પેન ડેટાબેઝમાં રહેલા ડેટાને શો કરશે.

ઉપરાંત સરકારના જણાવ્યા અનુસાર, QR કોડ વિનાના જુના પાનકાર્ડ ધરાવતા હોય તેવા લોકો પાસે વર્તમાન પેન ઈકોસીસ્ટમ સાથે PAN 2.0માં QR કોડવાળા નવા કાર્ડ માટે અરજી કરવાનો ઓપ્શન છે. QR કોડ પાન અને પાન ડિટેલ્સને માન્ય કરવામાં મદદ કરે છે. હાલ QR કોડ ડિટેલ્સના વેરિફિકેશન માટે એક ખાસ QR રીડર એપ્લિકેશન પણ ઉપલબ્ધ છે. રીડર એપ્લિકેશનને રીડ કરવા પર સંપૂર્ણ ડિટેલ્સ એટલે કે ફોટો, સાઈન, નામ, પિતાનું નામ, માતાનું નામ અને જન્મ તારીખ વગેરે જોઈ શકાય છે.

Pan Card QR

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments