Homeદે ઘુમા કેIND vs ENG: ભારતને ફટકો, અશ્વિન મેચમાંથી બહાર, જાણો BCCIએ શું કહ્યું

IND vs ENG: ભારતને ફટકો, અશ્વિન મેચમાંથી બહાર, જાણો BCCIએ શું કહ્યું

Team Chabuk-Sports Desk: રાજકોટમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રમાઈ રહી છે. બંને ટીમની સ્થિતિ સારી છે. જો કે, મેચ વચ્ચે ભારતીય ટીમને એક ફટકો પડ્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 500 વિકેટ પૂરી કરનાર સ્ટાર સ્પિનર ​​આર અશ્વિનને અંગત કારણોસર મેચ અધવચ્ચે જ છોડીને ઘરે પરત ફરવું પડ્યું હતું. અધવચ્ચે જ મેચમાંથી અચાનક ખસી જવાથી કેપ્ટન રોહિત શર્માની મુશ્કેલીઓ વધી ગઈ છે.

ભારતીય ટીમે પ્રથમ ઇનિંગમાં બેટિંગ કરતાં 400ને પાર આંકડો પહોંચાડી દીધો હતો. પરંતુ ત્યાર બાદ ઈંગ્લેન્ડની ટીમે પણ એટલી જ સારી બેટિંગ કરીને ડકેટની સદીની મદદથી સારી શરૂઆત કટી હતી. પરંતુ આ તમામની વચ્ચે હવે ટીમ ઈન્ડિયાને મેચના બીજા દિવસે મોટો ફટકો પડ્યો છે.

અશ્વિનના બહાર થવા પર બીસીસીઆઈ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું હતું કે અમે ખેલાડીઓ અને તેમનાં પરિવારજનોનાં સ્વાસ્થ્યની ચિંતા કરીએ છીએ અને તેમનાં આ સમયમાં તેઓની સાથે છીએ. આ પ્રકારનો સંદેશ દર્શાવે છે કે અશ્વિનનાં પરિવારમાંથી કોઈ બીમાર પડ્યું હોવાની શક્યતા છે.

અશ્વિનને અચાનક આ ઇમરજન્સી આવી જતા ભારતીય ટીમને મોટો ફટકો પડ્યો હતો. જણાવવામાં આવ્યું હતું કે હવે તે આગળ આ મેચમાં ટીમનો ભાગ નહીં હોય. આવી સ્થિતિમાં તેમના સ્થાને કોઈ ખેલાડીને મેદાનમાં ઉતારવાની તક મળશે કે કેમ તે પ્રશ્ન છે. જો બોલર ઉતરશે તો તેને બોલિંગ કરવાની છૂટ આપવામાં આવશે કે નહીં? તો જાણો ICCના નિયમો આ અંગે શું કહે છે.

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલનાં નિયમો અનુસાર અશ્વિનના સ્થાને પ્લેઈંગ ઈલેવનમાં કોઈપણ ખેલાડીને સામેલ કરવા માટે ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ અને ટીમ મેનેજમેન્ટની પરવાનગી લેવી પડશે. અક્ષર પટેલ ટીમ લિસ્ટમાં 12મા સ્થાને છે જ્યારે કેએસ ભરત 13મા ક્રમે છે. આ બેમાંથી કેપ્ટન રોહિત શર્મા અશ્વિનની જગ્યાએ કોઈને પણ તક આપી શકે છે.
MCC નિયમ 1.2.2 અનુસાર, વિરોધી ટીમના કેપ્ટનની પરવાનગી વિના, બીજી ટીમ મેચની મધ્ય દરમિયાન તેની પ્લેઇંગ ઇલેવનમાં કોઇપણ ખેલાડીને બદલી શકતી નથી. રોહિત શર્મા ચોક્કસપણે અશ્વિનની જગ્યાએ અવેજી ખેલાડીને મેદાનમાં ઉતારી શકે છે, પરંતુ વિરોધી ટીમ ઈંગ્લેન્ડનાં કેપ્ટન બેન સ્ટોક્સની પરવાનગી વિના તે અશ્વિનની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનમાં કોઈને સામેલ કરી શકશે નહીં.

મતલબ કે ટીમ ઈન્ડિયા 10 ખેલાડીઓ અને એક અવેજી સાથે મેદાનમાં ઉતરશે. આઈસીસીના નિયમો કહે છે કે અવેજી ખેલાડી ટીમ માટે ન તો બેટિંગ કરી શકે અને ન તો બોલિંગમાં યોગદાન આપી શકે. તે માત્ર ફિલ્ડિંગ કરી શકે છે.

મહત્વનું છે કે, રાજકોટ ટેસ્ટ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. પ્રથમ દિવસની રમતમાં ખરાબ શરૂઆત બાદ તેણે પોતાની સદીથી ટીમને સંભાળી લીધી હતી. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ તેને બીજા છેડે ટેકો આપ્યો હતો અને 200 રનની ભાગીદારી કરીને ભારતનું પુનરાગમન કરાવ્યું હતું. પ્રથમ દાવમાં બંનેની સદી ઉપરાંત નવોદિત સરફરાઝ ખાને અડધી સદી ફટકારી હતી. ભારતીય ટીમે 445 રન બનાવ્યા હતા. બીજા દિવસે ઈંગ્લેન્ડે 2 વિકેટે 207 રન બનાવ્યા હતા.

IND vs ENG R Aswin

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments