Team Chabuk-Gujarat Desk: સુરતના અમરોલી વિસ્તારમાં હરસિદ્ધિ સોસાયટીમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના મહંતને મેથીપાક મળ્યો હતો. કેટલાક લોકોએ મહંત જ્ઞાનપ્રકાશદાસજી સ્વામી ઉપર થપ્પડોનો વરસાદ એટલા માટે વરસાવ્યો હતો, કારણ કે તેમણે માતાજી અંગે અપમાનજક ટીપ્પણી કરી હતી. આ અંગે સ્વામીજીનું એવું કહેવું છે કે, માફી માગી લેવામાં આવી હતી છતાં તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.

સ્વામીજી પર થયેલા થપ્પડોનો વરસાદ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે. જેમાં એક ટોળું સ્વામીજીની સાથે ચર્ચા કરી રહ્યું હોય છે. ચર્ચા ઉગ્ર થઈ જાય છે અને ટોળું રોષે ભરાઈ જાય છે. એવામાં સ્વામીજી ઉપર થપ્પડો વરસવા લાગે છે. સ્વામીજીને બરાબરનો મેથીપાક જડે છે. જણાવી દઈએ કે જ્ઞાનપ્રકાશદાસજી સ્વામી એ વડતાલની ગાદીના રાકેશ પ્રસાદ સ્વામીના શિષ્ય હરિવલ્લભ સ્વામીના શિષ્ય છે. તેમણે માતાજી અંગે અપમાનજનક ટીપ્પણી કરી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.

આ અંગે સ્વામીજી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે, તેમના દ્વારા જે ટીપ્પણી થઈ હતી તેના પર માફી માગવામાં આવી છે. હાલ જેમણે સ્વામીજી પર થપ્પડ પ્રહારો કર્યાં તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવી કે નહીં તે અંગે સ્વામીજી મનોમંથન કરી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત