Team Chabuk-Gujarat Desk: ગીરના જંગલમાં અને આસપાસના રહેણાંક વિસ્તારમાં સિંહ દ્વારા થતાં હુમલાઓ સામાન્ય વાત છે. અવારનવાર પાલતું પ્રાણીઓ ઉપર સિંહ દ્વારા હુમલાઓ કરવામાં આવતા હોય છે અને મારણ પણ કરવામાં આવે છે. જો કે આ વખતે સિંહનો ખોટી જગ્યાએ ભેટો થઈ ગયો અને ઉભી પૂંછડીએ ભાગવું પડ્યું. ગાયનું મારણ કરવા આવેલા સિંહોને ગાયે ભગાડ્યા હતા. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં ગાય બે સિંહને ઉભી પૂંછડીએ ભગાડે છે.
ગીર નજીક જંગલમાં બે સિંહ શિકારની શોધમાં નીકળ્યા હતા. ત્યાં બંને સિંહોને જંગલમાં ગાય નજરે પડતાં તેના પર હુમલો કર્યો હતો અને તેનું મારણ કરવા પ્રયાસ કર્યો હતો. સિંહે ગાય પર હુમલો કરતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. પરંતુ તેમ છતાં ગાયે મોત સામે લડી બંને સિંહોને ભગાડ્યા હતા.
ગાયે સિંહને દોડાવ્યા | cow attack on lion | gir lion#gir #lion #cow #video pic.twitter.com/ES3Z9bmvHL
— thechabuk (@thechabuk) December 6, 2022
વીડિયોમાં દેખાય છે કે, ગીરના ડાલામથ્થાએ ગાય પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. પરંતુ તેમ હોવા છતાં ઇજાગ્રસ્ત ગાયે પોતાનો જીવ બચાવવા હિમ્મતભેર મોત સામે લડી બે સિંહોને ભગાડ્યા હતા.
ગીરની બોર્ડર નજીક આવેલ ગામની સીમ વિસ્તારમાં રસ્તા પાસે બે સિંહોએ ગાય ઉપર હુમલો કરે છે. બાદમાં ગાય પીઠ પર ગંભીર રીતે ઘાયલ હોવા છતાં હિંમત કરી ઉભી થઇ હતી અને સિંહોની પાછળ દોડીને સિંહને ભગાડ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ