HomeતાપણુંExit Poll: ગુજરાતમાં ફરી બનશે ભાજપ સરકાર, જાણો કોને મળશે કેટલી બેઠકો...

Exit Poll: ગુજરાતમાં ફરી બનશે ભાજપ સરકાર, જાણો કોને મળશે કેટલી બેઠકો ?

Team Chabuk-Political Desk: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોની જીત થશે તેને લઈને સૌના મનમાં સવાલો ઉભા થઈ રહ્યા છે. એબીપી સી વોટર એક્ઝિટ પોલ મુજબ ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત રાજ્યમાં સરકાર બનાવતી જોવા મળે છે. એબીપી સી વોટર ઓપિનિયન પોલમાં સામે આવેલા આંકડા અનુસાર 182માંથી બીજેપીને 134 સીટો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 37 સીટો મળે તેવા એંધાણ છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીને 7 સીટો મળવાનો અંદાજ છે.

BJP-134
CoNGRESS-37
AAP-7
OTH-4

એબીપી ન્યૂઝ સીવોટ સર્વેમાં સૌરાષ્ટ્ર કચ્છના આંકડા સામે આવ્યા છે. સૌરાષ્ટ્ર કચ્છમાં કુલ 54 બેઠકો છે. ભાજપને 38, કોંગ્રેસને 10, આપને 5 અને અન્યને 1 બેઠક મળવાનો અંદાજ છે.

એબીપી સી વોટર એક્ઝિટ પોલમાં સામે આવેલા આંકડા અનુસાર મધ્ય ગુજરાતની 61 પૈકી ભાજપને 47 બેઠકો મળવાનું અનુમાન છે. જ્યારે કૉંગેસને 13 બેઠકો મળવાનું અનુમાન છે. જ્યારે આમ આદમી પાર્ટીને એક પણ બેઠક મળવાનું અનુમાન નથી. અન્યના ફાળે 1 બેઠક આવી શકે છે.

એક્ઝિટ પોલમાં સામે આવેલા આંકડા અનુસાર દક્ષિણ ગુજરાતની 35 પૈકી ભાજપને 26 બેઠક મળવાનું અનુમાન. જ્યારે કોંગ્રેસને 35માંથી 6 સીટો મળે તેવા એંધાણ છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીને બે સીટો અને અન્યના ફાળે 1 સીટ જશે.

એક્ઝિટ પોલના તારણ મુજબ ઉત્તર ગુજરાતની 32 પૈકી ભાજપને 23 બેઠક મળવાનો અંદાજ છે, જ્યારે કોંગ્રેસને 8 અને અન્યને એક બેઠક મળી શકે છે. એક્ઝિટ પોલ મુજબ આમ આદમી પાર્ટીને એક પણ બેઠક નથી મળતી. ઉત્તર ગુજરતામાં ભાજપને 9 બેઠકનો ફાયદો અને કોંગ્રેસને 9 બેઠકનું નુકસાન થવાનો અંદાજ છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments