Homeગુર્જર નગરીગીર સોમનાથ: ગ્રામસભાઓમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવા ઠરાવ કરાયો

ગીર સોમનાથ: ગ્રામસભાઓમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવા ઠરાવ કરાયો

Team Chabuk-Gujarat Desk: સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અને મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યુ છે. સમગ્ર ઓક્ટોબર દરમિયાન ચાલનાર આ સફાઈ અભિયાનના માધ્યમથી ગ્રામ વિસ્તારમાં સ્વચ્છતાલક્ષી જાગૃતિ કેળવવાની સાથે ગ્રામજનોના સહકાર જાહેર સ્થળોની સફાઈ પણ કરવામાં આવી રહી છે. 

AD

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ના બીજા તબક્કામાં  ગીર-સોમનાથ જિલ્લાના તમામ તાલુકાઓમાં સ્વચ્છતાલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગ્રામ્યકક્ષાએ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશ, ગ્રામસભા, સ્વચ્છતા શપથ સહિતની પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે.

AD

આ અભિયાન હેઠળ ગીર સોમનાથ જીલ્લાની તમામ ગ્રામ પંચાયાતોમાં ૨જી ઓક્ટોબરના રોજ ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશને બંધ કરવા માટેના ઠરાવો પણ કરવામાં આવ્યા હતા. ઉપરાંત ગ્રામ સ્વચ્છતા જાળવી રાખવા માટે ખાસ અનુરોધ કરવાની સાથે નાગરિકોને સ્વચ્છતાના લાભો વિશે માહિતગાર કરાયા હતા.

AD

ગ્રામ્ય વિસ્તારમાં સામૂહિક સ્થળોની સફાઈ, પ્રવાહી-ઘન કચરા વ્યવસ્થાપન અને પ્લાસ્ટિક કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવા સહિતની સ્વચ્છતાલક્ષી જાણકારી આપવામાં આવી હતી. સાથે જ ગ્રામ્યકક્ષાએ સ્વચ્છતા અભિયાન હાથ ધરીને મોટા પ્રમાણમાં એકઠા કરાયેલ કચરાનો યોગ્ય પદ્ધતિથી નિકાલ કરવામાં આવ્યો હતો. તેમ જિલ્લા વિકાસ એજન્સી નિયામક એસ.જે. ખાચરે જણાવ્યું હતું.

સ્વચ્છતાલક્ષી માળખાકીય સુવિધાઓ વધુ સુદ્રઢ બનાવાશે  

ગીર સોમનાથ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ હેઠળ સ્વચ્છતાલક્ષી માળખાકીય સુવિધાઓ સુદ્રઢ બને તે માટે ૧૦૦ દિવસીય કેમ્પેઈન ચાલી રહ્યું છે. ૨૫મી ઓગસ્ટથી પ્રારંભ થયેલા આ કેમ્પેઈનમાં ગીર સોમનાથ જિલ્લાના તમામ ગામોમાં  ODF (ઓપન ડેફિકેશન ફ્રી)ની નિરંતરતા જળવાઈ રહે તે માટે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. સાથે જ ઓ.ડી.એફ. પ્લસની કામગીરી હાથ ધરવામાં આવી છે.

AD

આ મહાઅભિયાન અંતર્ગત ગામોમાં સોકપીટ (શોષખાડા) બનાવવા, શૌચાલયોનું સમારકામ, સીંગલ સોકપીટમાંથી ડબલ સોકપીટ રૂપાંતર કરવા, સામુહિક શૌચાલય બનાવવા, ૫૦૦૦થી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતમાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનની કામગીરી, વ્યક્તિગત તેમજ સામૂહિક કમ્પોસ્ટ પીટ બનાવવા ઉપરાંત પ્રવાહી કચરા વ્યવસ્થાપન માટે જે ગામોમાં ગટરની વ્યવસ્થા ઉપલબ્ધ નથી તેવા ગામોમાં વ્યક્તિગત તેમજ સામુહિક શોકપીટ બનાવવા માટે ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાઓમાં ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવામાં આવી રહી છે.

AD

આ કેમ્પેઈનમાં ખાસ કરીને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પ્લાસ્ટિક કચરાનું એકત્રીકરણ, સેગ્રીગેશન, ટ્રાન્સપોર્ટેશન, ડિસ્પોઝલ તેમજ પ્લાસ્ટિક સ્ટોરેજ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ અભિયાન જળ શક્તિ મંત્રાલય હેઠળના પેયજળ અને સ્વચ્છતા વિભાગ દ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ ચલાવવામાં આવી રહ્યું છે. તેમ જિલ્લા વિકાસ એજન્સીના નિયામક જે.એસ. ખાચરની યાદીમાં જણાવાયું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments