Homeગુર્જર નગરીઅતિવૃષ્ટિ બાદ રાજ્ય સરકારે જાહેર કર્યું 546 કરોડનું રાહત પેકેજ, આ ચાર...

અતિવૃષ્ટિ બાદ રાજ્ય સરકારે જાહેર કર્યું 546 કરોડનું રાહત પેકેજ, આ ચાર જિલ્લાના ખેડૂતો કરી શકશે અરજી

Team Chabuk-Gujarat Desk: સૌરાષ્ટ્ર પંથકમાં ચોમાસા દરમિયાન થયેલા ભારે વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને પાક નિષ્ફળ ગયો છે. ત્યારે ખેડૂતોને સહાય માટે ભૂપેન્દ્ર પટેલની રાજ્ય સરકારે કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું છે. આજે મળેલી કેબિનેટ બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કૃષિ સહાય પેકેજની વિગતો જાહેર કરી હતી. રાજ્ય સરકાર દ્વારા અતિવૃષ્ટિ ધરાવતા સૌરાષ્ટ્રના ચાર જિલ્લા માટે 546 કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કર્યું છે.

મીડિયા સમક્ષ જીતુ વાઘાણીએ કહ્યું કે, કુદરત રૂઠે ત્યારે બધા માટે મુશ્કેલી ઉભી થતી હોય છે. ત્યારે રાજ્યના ખેડૂતોને ફરી બેઠા કરવા માટે રાજ્ય સરકારે આ સહાય પેકેજની જાહેરાત કરી છે. જીતુ વાઘાણીએ જણાવ્યું કે, અતિવૃષ્ટિ થઈ છે તેવા સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓ માટે પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ મુલાકાત લીધી હતી. આ ચાર જિલ્લામાં રાજકોટ, જામનગર, પોરબંદર અને જૂનાગઢનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચારેય જિલ્લાના આશરે 2.82 લાખ ખેડૂતોને આ સહાય પેકેજનો લાભ આપવામાં આવશે.

જીતુ વાઘાણીએ જણાવ્યું કે, કૃષિ સહાય પેકેજ માટે રાજ્ય સરકારે કુલ 546 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આ લાભ મેળવવા માટે નક્કી કરાયેલા ચાર જિલ્લાના 22 તાલુકાના 682 ગામના આશરે 2 લાખ 82 હજાર ખેડૂતો અરજી કરી શકશે. 25 ઓક્ટોબરથી 20 નવેમ્બર સુધી સહાય મેળવવા માટે ખેડૂતો અરજી કરી શકશે. અરજીનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. ખેડૂતને ઓછામાં ઓછા પાંચ હજાર રૂપિયા તો મળશે જ.

વધુમાં જીતુ વાઘાણીએ કહ્યું કે, કલેક્ટર દ્વારા જે ગામનો સર્વે કરીને રિપોર્ટ સરકારને સોંપવામાં આવ્યો છે તેના આધારે રાજ્ય સરકારે આ સહાયની જાહેરાત કરી છે. હજુ પણ સર્વે ચાલુ છે. અને આગામી સમયમાં કોઈ ખેડૂત બાકી રહેતા હશે તો યોગ્ય નિર્ણય લેવામાં આવશે. અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, પંચમહાલ અને ભરૂચમાં સર્વેની કામગીરી ચાલી રહી છે. આ સંપૂર્ણ વિસ્તાર નથી, પણ કેટલાક ગામોમાં હાલ સરવેની કામગીરી ચાલી રહી છે.  

ગોડાઉન માટે 1 લાખની સહાય મળશે

આ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલ સરકારે ખેડૂતલક્ષી વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ખેડૂતોને ગોડાઉન બનાવવા માટેની સહાયમાં રાજ્ય સરકારે વધારો કર્યો છે. ગોડાઉન માટે હવેથી રાજ્ય સરકાર ખેડૂતોને 1 લાખ રૂપિયાની સહાય આપશે. અત્યાર સુધી સહાયની રકમ 50 હજાર હતી જે વધારીને બમણી કરી દેવામાં આવી છે.

AD

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments