Homeગુર્જર નગરીગીર સોમનાથ: તાંત્રિક વિધિના નામે પિતાએ 14 વર્ષની દીકરીની બલિ ચડાવી હોવાની...

ગીર સોમનાથ: તાંત્રિક વિધિના નામે પિતાએ 14 વર્ષની દીકરીની બલિ ચડાવી હોવાની માહિતી મળતા પંથકમાં ખળભળાટ

Team Chabuk-Gujarat Desk: તાંત્રિક વિધિના અંધ વિશ્વાસમાં ફસાયેલા પિતાએ પોતાની 14 વર્ષની દીકરીનું ગળું કાપી બલિ ચડાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે.. સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે..

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ધાવા ગીર ગામના વાડી વિસ્તારમાં પોલીસને બાતમી મળી હતી કે અહીં વાડી વિસ્તારમાં ભાવેશભાઈ અકબરી નામના વ્યક્તિ છે જે સુરત રહેતા હતા અને છેલ્લા 6 મહિનાથી અહીં વતનમાં આવ્યા હતા. ભાવેશભાઈની 14 વર્ષની બાળકી ધૈર્યા જે ધોરણ 9માં અભ્યાસ કરતી હતી. પરંતુ 8માં નોરતાએ તે બાળકીની રાત્રે તેના જ પિતાએ બલિ ચડાવી હોવાની બાતમી પોલીસને હાલ મળી છે..હાલ પોલીસે ભાવેશ અકબરીની વાડીમાં તપાસ હાથ ધરી છે..

શેરડીના વાડમાંથી 2 કોથળા અને એક રાખ ભરેલી પ્લાસ્ટિકની થેલી મળી આવી છે. કોથળાની અંદર કપડા અને રાખ જોવા મળી છે. જો કે હજુ સુધી પોલીસને કોઈ નક્કર પુરાવો નથી મળ્યો. બીજી તરફ બાળકીના મૃતદેહને 4 દિવસ સુધી ગોદડામાં વિટાળી રાખ્યા બાદ 7 ગામના લોકોએ અંતિમક્રિયા કરી હોવાના આરોપ મામલે પોલીસ અને તાલાલા મામાલદારે અન્ય લોકોની પૂછપરછ હાથ ધરી છે.હાલ તાલાલા પોલીસે ગુમશુદા બાળકીના માતા પિતાની પોલીસ સ્ટેશનમાં પૂછપરછ હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments