Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં ચૂંટણી પહેલા IAS અધિકારીઓની બદલીનો ઘાણવો નીકળ્યો છે. રાજ્યના 23 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે એમ. થેન્નારેસનને મૂકવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદના કલેક્ટર તરીકે ધવલ પટેલની નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર આર. એ. મેરજાને ભાવનગર કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે.


રાહુલ ગુપ્તાને જીઆઇડીસીના વાઈસ ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટરનો વધારાનો ચાર્જ સોંપાયો છે. સુરતના ડીડીઓ ડી.એ. ગઢવીની આણંદના કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકાના ડીડીઓ ધર્મેન્દ્રસિંહ જાડેજાને ડાંગના કલેક્ટર તરીકે મૂકવામાં આવ્યા છે. જ્યારે મોરબીના નવા કલેક્ટર તરીકે જી.ટી.પંડ્યાને મૂકવામાં આવ્યા છે. બી.આર.દવેને તાપીના કલેક્ટર તરીકે મૂકવામાં આવ્યા છે.

ડાંગના કલેક્ટર બી.કે.પંડ્યાની મહિસાગરના કલેક્ટર તરીકે બદલી કરાઈ છે. કચ્છના કલેક્ટર પ્રવિણા ડી.કે.ની ગાંધીનગરના કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે કચ્છના નવા કલેક્ટર તરીકે દિલીપ કુમાર રાણાને મૂકવામાં આવ્યા છે. ભાવનગરના કલેક્ટર યોગેશ નિર્ગુડેને આદિવાસી વિકાસના ડાયરેક્ટર તરીકે મૂકવામાં આવ્યા છે. પી.આર.જોશીની ભરૂચના ડીડીઓ તરીકે બદલી કરવામાં આવી છે. તો સુરતના ડીડીઓ તરીકે બી.કે.વસાવાને મૂકવામાં આવ્યા છે. એસ.ડી. ધાનાણીની દેવભૂમિ દ્વારકાના ડીડીઓ તરીકે બદલી કરાઈ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
