Team Chabuk-Entertainment Desk: અભિનેતા આમિર ખાન ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. આમિર ખાન અભિનિત એક એડવર્ટાઈઝમેન્ટને લઈને વિવાદ સર્જાયો છે. આ જાહેરાતમાં આમિરખાન લગ્ન બાદ ઘરજમાઈ તરીકે સાસરિયામાં ગૃહ પ્રવેશ કરતો જોવા મળી રહ્યો છે. આ જ કારણે આમિરખાનનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે. જાહેરાત એક પ્રાઇવેટ બેંકની છે જેમાં અભિનેત્રી કિયારા અડવાણી પણ જોવા મળી રહી છે.
જાહેરાત મુદ્દે મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે આવી જાહેરાતોથી લાગણીઓ દુભાય છે. તેમને આવું કરવાની જરૂર નથી. મને આ બાબતે ફરિયાદ મળી છે. આ જાહેરાત મને પણ ખોટી લાગી છે.
ભોપાલમાં મીડિયા સાથેની ચર્ચામાં ગૃહમંત્રી મિશ્રાએ કહ્યું- મને ફરિયાદ મળી છે. આ પછી મેં આમિર ખાનની એક પ્રાઇવેટ બેન્કની જાહેરાત પણ જોઈ છે. હું આમિર ખાનને વિનંતી કરું છું કે તે ભારતીય પરંપરાઓ અને રીતરિવાજોને ધ્યાનમાં રાખીને જાહેરાત કરે. આવી રીતે અભિનય કરવાથી ધર્મની લાગણીઓને ઠેસ પહોંચે છે. કોઈને પણ કોઈની ભાવનાઓને ઠેસ પહોચાડવાનો અધિકાર નથી. ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ પણ આ જાહેરાતને લઈ ટીકા કરી છે.
I just fail to understand since when Banks have become responsible for changing social & religious traditions? I think @aubankindia should do activism by changing corrupt banking system.
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) October 10, 2022
Aisi bakwaas karte hain fir kehte hain Hindus are trolling. Idiots.pic.twitter.com/cJsNFgchiY
સંસ્કૃતિ બચાવો મંચે પણ આમિર ખાનની આ જાહેરાત પર નારાજગી વ્યક્ત કરી છે. મંચના અધ્યક્ષ ચંદ્રશેખર તિવારીએ કહ્યું- હું આમિર ખાનને પૂછવા માગુ છું કે તમે માત્ર હિન્દુ ધર્મની પ્રથા બદલવાનો ઠેકો લઈને રાખ્યો છે. અમારા દેવી-દેવતાઓનું અપમાન કરવું, હિન્દુ ધર્મને ઠેસ પહોંચાડવી, એ જ તમારો ઉદ્દેશ્ય છે.
જાહેરાતમાં શું છે ?
આમિર-કિયારા નવદંપતી તરીકે જોવા મળી રહ્યા છે. આમિર, કિયારાને કહે છે કે, ‘આ પહેલીવાર છે જ્યારે વિદાયમાં દુલ્હન રડી ન હોય’. જાહેરાતમાં વરરાજા દુલ્હનના ઘરે જાય છે. ત્યારબાદ જેવી રીતે દુલ્હન ઘરમાં પગ મુકે છે તેવી જ રીતે કળશ ઢોળીને આમિર ખાન ઘર જમાઈ તરીકે નવા ઘરમાં પગ મુકે છે. બીજી બાજુ, મહેમાનો આમિરનું ધામધૂમથી સ્વાગત કરે છે.
આ જાહેરાતને લઈ લઈ યુઝર્સ આમિર ખાનને ખુબ ટ્રોલ કરી રહ્યા છે. સાથે જ આમિર ખાને સામાજિક ભાવનાઓને ઠેસ પહોંચાડી હોવાના આરોપ લગાવી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત