Team Chabuk-International Desk: યુક્રેન પર રશિયાએ કરેલા હુમલા બાદ માનવીય સંકટને લઈ કરાર પ્રસ્તાવ પર સુરક્ષા પરિષદમાં (UNNC) બુધવારના રોજ થયેલા મતદાનમાં ભારત સહિત 13 દેશોએ ભાગ નહોતો લીધો. પ્રસ્તાવમાં રશિયા અને યુક્રેનની વચ્ચે રાજનીતિક વાર્તા, વાતચીત, મધ્યસ્થતા અને શાંતિપૂર્ણ રીતે તત્કાલ સમાધાનનો આગ્રહ કરવામાં આવ્યો હતો.
સ્થાયી અને વીટો અધિકાર રાખનારા પરિષદના સભ્ય રશિયાએ 15 સભ્ય દેશો સામે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં (UNNC) પોતાના કરાર પ્રસ્તાવ પર વોટ આપવાનું અહ્વાન કર્યું હતું. જેમાં માગ કરવામાં આવી હતી કે માનવીય સંકટને જોતા મહિલાઓ અને બાળકો સહિત નબળી પરિસ્થિતિમાં રહી રહેલા નાગરિકોને પૂરી રીતે સંરક્ષિત કરવામાં આવે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે નાગરિકોની સુરક્ષા, સ્વૈચ્છિક અને નિર્બાધ નિકાસીને સક્ષમ બનાવવા માટે વાતચીત દ્વારા સંઘર્ષ વિરામનું આહ્વાન કરીએ છીએ અને સંબંધિત પક્ષોને આ ઉદ્દેશ્ય માટે માનવીય ઠરાવ પર સહમત હોવાની આવશ્યકતા પર રેખાંકિત કરીએ છીએ.
રશિયા અને ચીને પ્રસ્તાવના પક્ષમાં મતદાન કર્યું હતું. જ્યારે ભારત એ 13 દેશમાં સામેલ રહ્યું જેમણે મતદાનમાં ભાગ લીધો નહીં. ભારતે પહેલા જ સુરક્ષા પરિષદમાં બે વખત, જેમાં એક વખત યુક્રેન પર રશિયાના આક્રમણને લઈ પ્રસ્તાવ પર મહાસભામાં ભાગ નહોત લીધો.
ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલા સંયુક્ત રાષ્ટ્રના પ્રવાસ પર છે. તેઓએ સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને અરબ દેશોની લીગ વચ્ચે સહયોગ પર થયેલી બેઠકમાં પરિષદને સંબોધિત કર્યું હતું. આ બેઠકની અધ્યક્ષતા પરિષદના અધ્યક્ષ યુએઈએ કરી હતી. શૃંગલા એ સમયે ન્યૂયોર્ક પહોંચ્યા હતા, જ્યારે યુક્રેન પર રશિયનોના હુમલાને લઈ સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો થઈ રહ્યા છે. આ પૂર્વે યુએનજીએ 28મી ફેબ્રુઆરીના રોજ યુક્રેનની વિરુદ્ધ રશિયાની આક્રામકતા પર એક દુર્લભ કટોકટી સત્ર બોલાવ્યું હતું. ભારત સહિતના 34 દેશોએ આ મતદાનમાં ભાગ નહોતો લીધો.
રશિયા દ્વારા લાવવામાં આવેલો પ્રસ્તાવ યુક્રેન પર તેના આક્રમણને લઈ કોઈ જવાબ આપતો નથી. આ પ્રસ્તાવમાં પણ સંબંધિત પક્ષોએ કોઈ પણ ભેદભાવ વગર વિદેશી નાગરિકો સહિત યુક્રેનની બહાર ગંતવ્યો માટે સુરક્ષિત અને નિર્બાધ માર્ગની અનુમતિ આપવા અને મહિલાઓ, સ્ત્રીઓ, પુરુષો, કિશોરો, વૃદ્ધો અને વિકલાંગોની વિશેષ જરૂરિયાતને ધ્યાનમાં રાખતા યુક્રેન અને તેની આસપાસ જરૂરિયાતમંદ લોકોને માનવીય સહાયતાની સુરક્ષિત અને નિર્બાધ પહોંચની સુવિધા પ્રદાન કરવાનું આહ્વાન કરવામાં આવ્યું છે.
સુરક્ષા પરિષદમાં રશિયાનો પ્રસ્તાવ યુક્રેનમાં માનવીય સ્થિતિ પર ત્રણ પ્રસ્તાવોમાંથી એક હતો. જેને બુધવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા અને સુરક્ષા પરિષદની સમક્ષ રાખવામાં આવ્યો. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ બુધવારના રોજ યુક્રેનમાં પોતાનું અગિયારમું કટોકટી વિશેષ સત્ર ફરીથી શરુ કર્યું અને તેના સમક્ષ બે પ્રસ્તાવો પર વિચાર કર્યો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત