Team Chabuk-National Desk: આજે સતત ત્રીજા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol-Diesel Price Today)માં વધારા કરવામાં આવ્યો છે. સતત ત્રીજા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા જનતા પર ફરીથી ભારણ વધવાનું શરૂ થઈ ગયું છે. સરકારી ઓઈલ કંપનીઓએ (Government oil companies) આજે પણ ફ્યૂઅલ પ્રાઇઝ (Fuel Price)માં વધારો કર્યો છે. કંપનીઓએ વધારો કર્યા બાદ દેશના અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ (Petrol Price Today) 100 રૂપિયા પ્રતિ લીટરની નજીક પહોંચી ગયો છે. આજે ગુરુવારે દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 90.99 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. બીજી તરફ ડીઝલ (Diesel Price Today)નો ભાવ 81.42 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચ્યો છે.
સતત ત્રીજા દિવસે પેટ્રોલના ભાવ વધતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું કે ચૂંટણી પૂર્ણ, લૂંટ ફરીથી શરૂ. રાહુલ ગાંધીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધવા પાછળ ચૂંટણીઓને જવાબદાર ગણી છે. રાહુલ ગાંધીનું કહેવું છે કે જ્યાં સુધી પાંચ રાજ્યમાં ચૂંટણીઓ ચાલી રહી હતી ત્યાં સુધી પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવામાં ન આવ્યા. હવે ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે. 2 મેના રોજ પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી ગયા બાદ સતત ત્રીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે વિપક્ષ સરકાર અને ઓઈલ કંપનીઓ પર પ્રહાર કરી રહ્યું છે.
चुनाव ख़त्म,
— Rahul Gandhi (@RahulGandhi) May 6, 2021
लूट फिर शुरू!#PetrolDieselPriceHike
આટલું મોંઘું થયું પેટ્રોલ-ડીઝલ
છેલ્લા ત્રણ દિવસથી વધી રહેલા ભાવના કારણે પેટ્રોલ 62 પૈસા મોંઘું થયું છે. 4 મેના રોજ પેટ્રોલના ભાવમાં 15 પૈસાનો વધારો કરાયો હતો. 5 મેના રોજ ફરી 19 પૈસાનો વધારો કરાયો હતો અને આજે 6 મેના રોજ પેટ્રોલમાં 25 પૈસાનો વધારો કરાયો છે. આમ ત્રણ દિવસમાં પેટ્રોલ 62 પૈસા પ્રતિ લીટર મોંઘું થયું છે.
ચૂંટણી દરમિયાન ન વધ્યા ભાવ
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ વધવાનો સિલસિલો ચાલુ જ છે. ગત મંગળવારે કાચા તેલના ભાવ સાત અઠવાડિયાની ટોચ પર હતાં. પરંતુ કેટલાક રાજ્યમાં વિધાનસભા ચૂંટણી ચાલતી હોવાથી કાચા તેલના ભાવ વધ્યા હોવા છતાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરાયો નહતો. આ દરમિયાન પેટ્રોલ 77 પૈસા અને ડીઝલ 74 પૈસા સસ્તું થયું હતું. જો કે હવે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ જતાં ત્રણ દિવસમાં પેટ્રોલ 62 પૈસા અને ડીઝલ 69 પૈસા મોંઘું થઈ ગયું છે.
આજનો પેટ્રોલ-ડીઝલનો ભાવ
| શહેર | પેટ્રોલના ભાવ (પ્રતિ લીટર) | ડીઝલના ભાવ (પ્રતિ લીટર) |
| દિલ્હી | 99.90 | 81.42 |
| મુંબઈ | 97.34 | 88.49 |
| કોલકાતા | 90.14 | 84.26 |
| ચેન્નઈ | 92.90 | 86.35 |
દરરોજ સવારે 6 વાગ્યે નક્કી થાય છે ભાવ
પેટ્રોલ અને ડીઝલની કિંમતો દરરોજ બદલાતી રહેતી હોય છે. દરરોજ સવારે 6 વાગ્યે કિંમતો બદલાય છે. સવારે 6 વાગ્યાથી નવી કિંમતો લાગુ પડતી હોય છે. તમે પણ પેટ્રોલ-ડીઝલના દરરોજના ભાવ તમારા મોબાઈલ પર એસએમએસ મારફતે મેળવી શકો છો. ઇન્ડિયન ઓઈલની વેબસાઈટ પ્રમાણે તમે RSP અને તમારા શહેરનો પીન કોડ લખીને 9224992249 નંબર પર મોકલી શકો છો. એટલે તમને દરરોજ ભાવ એસએમએસ મારફતે મળી રહેશે. તમારા શહેરનો પીન કોડ તમને ઇન્ડિયન ઓઈલની વેબસાઈટ પરથી મળી જશે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત