Homeગામનાં ચોરેલખીમપુર ખીરી હિંસાઃ કેન્દ્રીય મંત્રીના આરોપી પુત્ર આશિષ મિશ્રાને મળ્યા જામીન, વકીલે...

લખીમપુર ખીરી હિંસાઃ કેન્દ્રીય મંત્રીના આરોપી પુત્ર આશિષ મિશ્રાને મળ્યા જામીન, વકીલે કહ્યું, કાર આશિષ મિશ્રા ચલાવતો ન હતો

Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં થયેલી હિંસા મામલે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રાને 124 દિવસ બાદ જામીન મળ્યા છે. ગત વર્ષે 3 ઓક્ટોબરના રોજ લખીમપુર ખીરીના તિકુનિયામાં થયેલી હિંસા કેસમાં આશિષ મિશ્રાની 9 ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી. આખરે 124 દિવસના જેલવાસ બાદ આશિષ મિશ્રાને જામીન મળ્યા છે. જો કે તે એક-બે દિવસ બાદ જેલની બહાર આવશે.

આશિષ મિશ્રાના વકીલ અવધેશ સિંહે કહ્યું કે, અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચે આશિષ મિશ્રાના જામીન મંજૂર કર્યા છે. જો કે હજુ આ અંગેનો આદેશ આવવાનો બાકી છે. વકીલે જણાવ્યું કે આદેશ આવી ગયા પછી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. જેમાં એક-બે દિવસનો સમય લાગી શકે છે.

આશિષ મિશ્રાને આ કારણોસર મળ્યા જામીન

આશિષ મિશ્રાના વકીલ સલિલ શ્રીવાસ્તવે આ જામીન કેમ મળ્યા તે અંગે વાતચીત કરી હતી. શ્રીવાસ્તવે જણાવ્યું કે, ખેડૂતો પર જે કાર ચડાવવામાં આવી હતી તે કાર આશિષ મિશ્રા નહીં પરંતુ હરિઓમ મિશ્રા ચલાવતો હતો અને તેમણે પોતાના રક્ષણ માટે કાર ચડાવી દીધી હતી. વકીલે કહ્યું કે ડ્રાઈવરના ગુના માટે આશિષ મિશ્રાને જવાબદાર કેવી રીતે ઠેરવી શકાય ? તેમણે એમ પણ કહ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે કે લખીમપુર ખીરી હિંસામાં કોઈપણ ખેડૂતનું મૃત્યુ ગોળી વાગવાથી થયું નથી. આશિષ મિશ્રાના વકીલે ચાર્જશીટ પર પણ સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, પોલીસે જે ચાર્જશીટ દાખલ કરી છે તેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા નિમવામાં આવેલી એસઆઈટીના એક પણ અધિકારીની સહી નથી. તેથી અમે તેને ગેરકાનુની માનીએ છીએ.

એસઆઈટીએ આશિષ મિશ્રાને મુખ્ય આરોપી બનાવ્યો

લખીમપુર ખીરી હિંસાની તપાસ કરી રહેલી એસઆઈટીએ 3 જાન્યુઆરીના રોજ 5 હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી જેમાં આશિષ મિશ્રાને મુખ્ય આરોપી બતાવવામાં આવ્યો છે. ડિસેમ્બરમાં એસઆઈટીએ કહ્યું હતું કે આશિષ મિશ્રાને એક ષડયંત્રના ભાગરૂપે જ 4 ખેડૂતો પર પોતાની કાર ચડાવી હત્યા કરી હતી. એસઆઈટીના જણાવ્યા પ્રમાણે તિકુનિયા ગામમાં હિંસા વખતે જે ગોળીઓ ચલાવવામાં આવી હતી તે આશિષ મિશ્રા અને અંકિત દાસના લાઈસન્સવાળા હથિયારમાંથી ચલાવાઈ હતી. એસપીઓ એસપી યાદવે જણાવ્યું હતું કે કેસમાં જે સાક્ષીના નિવેદનો લેવાયા છે તેમાં ઘટના સ્થળે આશિષ મિશ્રા હાજર હોવાનું સામે આવ્યું છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments