Team Chabuk-Gujarat Desk: રાજકોટ શહેરના માધાપર ચોક નજીક આવેલી સિનર્જી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી અલ્પાબહેનનું રહસ્યમય સંજોગોમાં મૃત્યું નિપજ્યું છે. મૃતક માધાપર ચોકની પાસે વરુણ એપાર્ટમેન્ટના બીજા માળમાં રહેતી હતી. જ્યાં બાથરૂમમાં તેણી બેભાન અવસ્થામાં મળી આવી હતી. અલ્પાબહેનને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જોકે તેમનું મૃત્યું નિપજતા પરિવારમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. અલ્પાબહેનના શંકાસ્પદ મૃત્યુ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ પૂર્વે મૃતકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, પરંતુ મૃત્યુનું પ્રમુખ કારણ શું તેનું રહસ્ય અકબંધ રાખવામાં આવ્યું છે. પોલીસ તપાસમાં રૂમમાંથી એક ખાલી ઈન્જેક્શન પણ મળી આવ્યું છે.
બાથરૂમમાં ગયા પણ દરવાજો ન ખોલ્યો
મૃતકની સાથે અન્ય બે રૂમ પાર્ટનર પણ રહેતી હતી. અલ્પાબહેન નોકરી પરથી પરત આવ્યા બાદ નાહવા માટે ગઈ હતી. બાથરૂમમાં ગયા પછી તેણી લાંબા સમય સુધી બહાર ન આવતા રૂમ પાર્ટનર મૂંઝવણમાં મૂકાયા હતા. દરવાજો ખખડાવવામાં આવ્યો હતો, પણ કોઈ ખોલતું નહોતું. અંતે અન્ય ફ્લેટમાં રહેતા લેડી વોર્ડનને બોલાવી દરવાજો તોડાવી જોતા, અલ્પાબહેન બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
ગીર-સોમનાથના વતની
મૃતક અલ્પાબહેન 26 વર્ષના હતા. મૂળ ગીર-સોમનાથ જિલ્લાના વતની હતા. તેમનો ભાઈ મવડી બાજુ નોકરી કરે છે. ઘટનાની જાણકારી મળતા ગાંધીગ્રામના પીએસઆઈ એચ.વી.સોમૈયા સહિતનો સ્ટાફ પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર તેમને અલ્પાબહેનના રૂમમાંથી એક ખાલી ઈન્જેક્શન મળી આવ્યું હતું. જોકે શરીર પર ક્યાંય ઈન્જેક્શનના નિશાન નહોતા મળ્યા. તેમની બંને સાથળ પર ચાંભા પડી ગયા હોય તેવા નિશાન હતા. જેનું રહસ્ય હજુ સુધી સામે નથી આવ્યું. પોલીસે આ મામલે બંને રૂમ પાર્ટનરના નિવેદન લીધા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
